અમદાવાદ

ગુજરાત પોલીસે 3 વર્ષમાં ઝડપ્યું 16155 કરોડનું ડ્રગ્સ; બાતમીદારોને 6.87 કરોડનું ઈનામ

અમદાવાદઃ ગુજરાતમાં માદક દ્રવ્યોની હેરાફેરી અને વેચાણમાં વધારો થવાથી તેને અટકાવવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ હતી. રાજ્યની પોલીસે ઓક્ટોબર 2021થી લઈને ડિસેમ્બર 2024 સુધીના સમયગાળામા 16155 કરોડ રૂપિયાની કિંમતનું 87607 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ દરમિયાન 2500 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. 2021માં અમલમાં આવેલી નાર્કોટિક્સ રિવોર્ડ પોલીસી અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 233 બાતમી દારોને 6.87 કરોડ રૂપિયાનુ ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં Cyber Crime ને રોકવા પોલીસે 14,669 ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યા…

બાતમી આપનારને પ્રતિ કેસમાં 2500 રૂપિયા ઈનામ
2021માં અમલમાં આવેલી નાર્કોટિક્સ રિવોર્ડ પોલીસી અંતર્ગત જે પોલીસ કર્મી અને બાતમીદારે આ ડ્રગ્સને પકડવામાં સફળતા મેળવી હોય તેને ડ્રગ્સની માર્કેટ વેલ્યુના આધારે 20 ટકા ઈનામ આપવામાં આવ્યું હતું. આ પ્રકારના કેસો પકડી પાડનાર પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે લાઈફ ટાઈમ રિવોર્ડ પ્રમાણે વધુમા વધુ 20 લાખ અને પ્રતિ કેસ બે લાખ રૂપિયા ઈનામ આપવામાં આવે છે. જ્યારે ખાનગી બાતમી આપનારને પ્રતિ કેસમાં 2500 રૂપિયા ઈનામ આપવામાં આવે છે.

નાર્કોટિક્સ રિવોર્ડ પોલીસી અમલમાં મુકનાર પ્રથમ રાજય
નાર્કોટિક્સ રિવોર્ડ પોલીસી અમલમાં મુકનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે. આ પોલીસી હેઠળ અત્યાર સુધીમાં ગૃહ વિભાગ સ્તરે નિમાયેલી કમિટિ દ્વારા 169 લોકોને 6.37 કરોડ રૂપિયાથી વધુ રકમ રિવોર્ડ માટે મંજૂર કરી હતી. આ ઉપરાંત, 737 લોકોને કુલ 5.13 કરોડ રૂપિયા રિવોર્ડ આપવાનો પ્રસ્તાવ કમિટીને મોકલવામાં આવ્યો છે. ગુજરાતમા ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ડ્રગ્સની પ્રવૃત્તિને રોકવા માટે આ પોલીસી અમલમાં મુકી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button