નેશનલ

Delhi Election 2025 : BJP-AAPનું પોસ્ટર વોર; ગાલીબાજ CM ચહેરા Vs આપ-દા-એ-આઝમ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને. હાલ રાજધાનીમાં ચૂંટણીની તારીખો નજીક આવતા શિયાળાની ઋતુમાં પણ રાજકીય ગરમીનો તાપ દેખાઈ રહ્યો છે. આપ અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. શનિવારે AAPએ ભાજપના કાલકાજી ઉમેદવાર રમેશ બિધુરી પર નિશાન સાધતા પોસ્ટરથી હુમલો કર્યો છે. AAP દ્વારા X પર પોસ્ટ કરાયેલા એક પોસ્ટરમાં તેમને બાહુબલી 1 ના વિરોધી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આ તારીખે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે, CECએ કરી જાહેરાત

CM ચહેરાને બનાવાયા નિશાન
AAP દ્વારા X પરની પોસ્ટમાં લખ્યું હતું: “गालीबाज़ पार्टी का गालीबाज़ CM चेहरा‼️ #WhoIsDelhiCM.” જો કે ભાજપે પણ AAPના આ પોસ્ટરનો બદલો લીધો છે. ભાજપે તરત આપને જવાબ આપવા માટે તેનું જ હથિયાર પોસ્ટરનો સહારો લેવામાં આવ્યો હતો. ભાજપે AAP સુપ્રીમોને નિશાન બનાવ્યા હતા. ભાજપે કેજરીવાલને ‘શીશમહલ વાલે આપ-દા-એ-આઝમ’ તરીકેનું લેબલ આપ્યું છે.

BJPએ શું લખ્યું?
દિલ્હી બીજેપીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X હેન્ડલ પર પોસ્ટ કરાયેલા પોસ્ટરમાં લખ્યું હતું: ‘દિલ્હી કી જનતા ને થાના હૈ, શીશમહલ વાલે આપ-દા-એ-આઝમ કો ભગાના હૈ.’ શુક્રવારે AAP એ એક પોસ્ટર શેર કર્યું હતું જેમાં ભાજપના નેતાઓ પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, ભાજપને ‘દુરુપયોગ કરનારી પાર્ટી’ તરીકે ઓળખવામાં આવી હતી.

ભાજપના નેતાઓ પર નિશાન
AAP એ અમિત શાહ, જેપી નડ્ડા અને રમેશ બિધુરી સહિતના ભાજપના નેતાઓને નિશાન બનાવ્યા અને તેમના દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓને મુદ્દો બનાવ્યો હતો. ‘દિલ્હીએ ભાજપના ગાલીબાજ દાનવોથી સાવધાન રહેવું જોઈએ’ ટાઇટલવાળા પોસ્ટરમાં અમિત શાહ, મનોજ તિવારી અને રમેશ બિધુરી સહિત ભાજપના નેતાઓ અને અન્ય લોકો દર્શાવવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button