TMKOCના ગુરુચરણના શો છોડવા પર Asit Modiએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
અબાલવૃદ્ધ સૌની લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) છેલ્લાં કેટલાય વર્ષોથી દર્શકોનું અવિરત મનોરંજન કરી રહ્યું છે. શોનું દરેક પાત્ર દર્શકોના રોજબરોજના જીવનમાં એકદમ વણાઈ ચૂક્યું છે. આવું જ એક પાત્ર હતું રોશન સિંહ સોઢીનું. અચાનક જ રોશન સિંહ સોઢીનું પાત્ર નિભાવનાર કલાક ગુરુચરણ સિંહ (Gurucharan Singh)એ શો છોડી દીધો. એ સમયે જાત જાતની વાતો સામે આવી રહી હતી, જેમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે ગુરુચરણની તબિયત ખરાબ હોવાને કારણે તેણે આ શો છોડી દીધો હતો, પરંતુ હવે આ મામલે હવે શોના પ્રોડ્યુસર આસિત મોદી (Asit Modi)એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું આસિત મોદીએ-
2020માં ગુરુચરણે શોને અલવિદા કહ્યું હતું અને તેનું અચાનક આ રીતે જવું ફેન્સ માટે શોકિંગ હતું. એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે તેની તબિયત સારી ન હોવાને તાકણે તેણે આ શો છોડ્યો હતો. ફેન્સ તેના જલદી સાજા થવાની અને શોમાં પાછા ફરવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા, પરંકુ તે શોમાં પાછો ફર્યો નહીં. હવે શોના પ્રોડ્યુસર આસિત મોદીએ ગુરુચરણ સિંહે શોને છોડવાના કારણ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો: તારક મહેતા…છોડી રહ્યા છે જેઠાલાલ? જાણો શું છે અફવા અને શું છે હકીકત
આસિત મોદીએ જણાવ્યું હતું કે ગુરુચરણે શો છોડ્યો પણ એનું કારણ તેની બીમારી નહોતું. આસિત મોદીએ જણાવ્યું હતું કે ગુરુચરણ સિંહના શો છોડ્યા બાદ પણ એની સાથે ઈમોશનલી કનેક્ટેડ હતો. આસિત મોદીએ જણાવ્યું હતું કે ગુરુચરણ સિંહનો પરિવાર પણ મારી સાથે ખૂબ જ સારી રીતે જોડાયેલો હતો. એક્ટરને વચ્ચે કોઈ એવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મેકર્સે ક્યારેય ગુરુચરણને શો છોડવા માટે નહોતો જણાવ્યો. સિરીયલ છોડીને જવું એ ગુરુચરણનો નિર્ણય હતો.
આગળ તેમણે એવું પણ જણાવ્યું હતં કે ગુરુચરણે શોમાં રહેવું જોઈતું હતું. આ શોને દોઢ દાયકા કરતાં પણ લાંબો સમય થઈ ગયો છે અને લોકોએ સમય સમય પર પોતાના અંગત કારણોસર શોને છોડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુચરણ સિંહ હાલમાં તેની ખરાબ તબિયતને કારણે ચર્ચારમાં આવ્યો છે. તેણે હોસ્પિટલમાંથી પોતાનો વીડિયો પણ શેર કર્યો છે. ગુરુચરણને મિત્રએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગુરુચરણે છેલ્લાં અનેક દિવસોથી ખાવા-પીવાનું છોડી દીધું છે.
આ પહેલાં 2024માં ગુરુચરણ સિંહ અચાનક ગાયબ થઈ ગયો હતો અને 25 દિવસ બાદ તે ઘરે પાછો ફર્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તે સાધના માટે ગયો હતો.