મીઠ ચોકીના પુલ મુદ્દે રાજકારણ ટાળવા એને બારોબાર ખૂલ્લો મુકાશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડ (પશ્ચીમ)માં મીઠ ચોકીમાં ટી શેપના ફ્લાયઓવરનો દક્ષિણ તરફનો ભાગ ટૂંક સમયમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. જોકે રાજકીય ઘર્ષણ ટાળવા માટે પાલિકાના અધિકારીઓએ હવે કોઈ પણ ઉદ્ઘાટન સમારોહનું આયોજન નહીં કરતા મીઠ ચોકી પુલ બારોબાર ખુલ્લો મૂકવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
ફ્લાયઓવરના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન ઑક્ટોબર, ૨૦૨૪ ઉત્તર મુંબઈના સાંસદ પીયૂષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે આ ઘટનાથી કૉંગ્રેસ અને ભાજપના સભ્ચો વચ્ચે આ પુલનું શ્રેય લેવા માટે મોટા પાયા પર રાજકીય ઘર્ષણ ફાટી નીકળી ગયું હતું.
આ પણ વાંચો: મલાડ મીઠ ચોકીના ફ્લાયઓવરનો અંધેરી બરફીવાલા જેવો છબરડો? WATCH
મીઠ ચોકી ફ્લાયઓવરને બે મુખ્ય માર્ગ સાથે ડિઝાઈન કરવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક મુવમેન્ટ સરળતાથી રહે અને મલાડમાં કનેક્ટિવીટી સુધારી શકાય. હાલ પૂર્વ તરફનો માર્ગ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જે ગિરધર પાર્ક બ્રિજ નજીકથી જે મલાડ ક્રિક પરથી પસાર થાય છે. બ્રિજનો પશ્ર્ચિમ તરફનો રોડ સેન્ટ જોસેફ સ્કૂલ નજીક ઊતરે છે.
ફ્લાયઓવરનું કામ અંતિમ તબક્કામાં છે, જેમાં રોડની સાઈડને રંગવાનું ટ્રાફિક બીમ અને લાઈટ્સનું કામ ચાલી રહ્યું છે, જે આગામી બે-ત્રણ દિવસમાં પૂરું થશે. આ ફ્લાયઓવરને કોઈ પણ ઉદ્ઘાટન વગર ખુલ્લો મૂકવામાં આવવાનો હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું