મનોરંજન

હું આવો જ છું… હું મારી જાતને કેમ બદલું? ડિવોર્સની વાતો વચ્ચે Abhishek Bachchanનું સ્ટેટમેન્ટ વાઈરલ…

બોલીવૂડનું આઈડિયલ કપલ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેમની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. દરરોજ બંનેને લઈને કોઈનો કોઈ વાત, ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. દરમિયાન હવે સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચનનું એક સ્ટેટમેન્ટ વાઈરલ થઈ રહ્યું છે જેમાં એવું કહેતો સાંભળવા મળે છે કે હું જે છું એ છું… હું કંઈ મારી જાતને બદલી શકું એમ નથી. આવો જોઈએ આખરે જુનિયર બચ્ચને આવું કેમ કહ્યું અને એના પાછળનું કારણ શું છે- વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચનના તેની હાલમાં જ આવેલી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકના પ્રમોશન સમયે આપેલા એક ઈન્ટરવ્યુનો અંશ વાઈરલ થઈ રહ્યો છે.

આ ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચને અફવાઓને કારણે તેને ઝેલવી પડેલી મુશ્કેલીઓ વિશે ખુલીને વાત કરી હતી. આ જ દરમિયાન અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓ કેમ ના આવે માણસે હંમેશા આશાનું કિરણ શોધતા રહેવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન છેલ્લાં કેટલાક સમયથી પર્સનલ લાઈફમાં અનેક મુશ્કેલીઓ અને નેગેટિવિટીનો સામનો કરી રહ્યા છે.

Also read: લો મળી ગયો પુરાવો! ઐશ્વર્યા રાય પતિથી અલગ નથી થઇ

જુનિયર બચ્ચને આગળ કહ્યું હતું કે હિંદીમાં એક શબ્દ છે દ્રઢતા. ક્યાંને ક્યાંક એક વ્યક્તિ તરીકે તમે જેવા છો એવા જ તમારે રહેવું જોઈએ. તમારે તમારા મૂળભૂત સિદ્ધાંતો ક્યારેય ના બદલવા જોઈએ. જો બૂરાઈ પોતાની પોતાની બુરાઈ નથી છોડતી તો આપણે આપણી સારપ કેમ છોડવી જોઈએ. જ્યારે તમે નેગેટિવ વાતો પર ધ્યાન આપો છો તો નકારાત્મકતા તમારા પર હાવી થઈ જાય છે.

હું જેવો છું એવો જ છું… મારે કેમ બદલાવવું જોઈએ, એવું અભિષેકે વધુમાં જણાવ્યું હતું. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના લગ્નને 17 વર્ષ પૂરા થઈ ગયા છે અને હાલમાં બંને જણ વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી ખટપટ ચાલી રહી છે એવી વાતો સામે આવી રહી છે. જોકે, આ મામલે ઐશ્વર્યા કે અભિષેક બંનેમાંથી કોઈએ કંઈ જ કહ્યું નથી. અનેક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને જણ ડિવોર્સ લેવાના છે. પરંતુ ન્યુયર પર ઐશ્વર્યા- અભિષેક બચ્ચન દીકરી આરાધ્યા સાથે એક વેકેશન મનાવીને પાછા ફર્યા હતા. બંનેને સાથે જોઈને ફેન્સે રાહતનો શ્વાસ લીધો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button