નેશનલ

મહાકુંભ 2025: કેટલો અઘરો છે કલ્પવાસ, ક્યા નિયમોનું કરવું પડે છે પાલન, જાણો વિગતવાર

સૌથી મોટો ધાર્મિક મેળાવડો મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે. નોંધનીય છે કે દર 12 વર્ષે યોજાતા આ વિશાળ મહા કુંભને જોવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી લાખો લોકો આવે છે. અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ વર્ષે લગભગ 45 કરોડ લોકો મેળાની મુલાકાત લેશે, જેમાં વિશ્વના વીઆઈપીઓનો પણ સમાવેશ થાય છે.

જેમાંથી એક નામ એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સનાં પત્ની લોરેન પોવેલ જોબ્સનું છે. અહેવાલો અનુસાર, લોરેન પોવેલ જોબ્સ 13 જાન્યુઆરીથી મહાકુંભ મેળામાં ભાગ લેશે. એટલું જ નહીં, મહાકુંભ દરમિયાન પોવેલ બે અઠવાડિયા સુધી કલ્પવાસમાં સમય પણ વિતાવશે. હવે મોટાભાગના લોકોના મનમાં એક પ્રશ્ન છે કે કલ્પવાસ શું છે? ચાલો આને વિગતવાર સમજીએ.

કલ્પવાસ શું છે?
કલ્પવાસ (kalpvas) ખૂબ જ જૂની હિંદુ પરંપરા છે. રામચરિતમાનસ અને મહાભારત સિવાય વેદ અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે અને તેનું મહત્વ ખાસ કરીને મહાકુંભમાં (Maha Kumbh) વધારે હોય છે. હિંદુ માન્યતાઓ અનુસાર, કલ્પવાસ કરવાથી સો વર્ષ સુધી ભોજન કર્યા વિના તપસ્યા કરવા સમાન ફળ મળે છે. જો કે, કલ્પવાસ ખૂબ જ મુશ્કેલ સાધના છે, જેમાં વ્યક્તિને તેના 21 નિયમોનું પાલન કરવું પડે છે. આ નિયમોમાં સૌથી મહત્વપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન, ઉપવાસ, ભગવાનની પૂજા, સત્સંગ અને દાન કરવાનું માનવામાં આવે છે.

એમ પણ કહેવાય છે કે એકવાર તમે કલ્પવાસ શરૂ કરો પછી 12 વર્ષ સુધી તે ચાલુ રહે છે, પંરતુ અમુક માન્યાઓ અનુસાર એક મહિના માટે ચાલુ રાખવામાં આવે છે કારણ કે સંસારીઓ માટે આટલો લાંબો સમય આવું સન્યાસી જીવન જીવવનું શક્ય નથી. કલ્પવાસના નિયમો ઘણા અઘરા છે અને ભૈતિક સુખમાં રહેનારા લોકો માટે ઓછા સમય માટે પણ તેને અનુસરવા પડકારરૂપ છે.

કલ્પવાસના 21 નિયમમાં શું હોય છે ?

  • સત્ય વચન બોલવા

    -અહિંસાનું પાલન કરવું
    -ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી
    -બધા જીવો માટે કરૂણા દાખવવી
    -બ્રહ્મચર્ય પાળવું
    -વ્યસનો છોડી દેવા (કોઈપણ સુવિધાનો ઉપયોગ ન કરવો)
    -બ્રહ્મ મુહૂર્તમાં જાગવું
    -પવિત્ર નદીમાં દરરોજ ત્રણ વખત સ્નાન કરવું
    -ત્રિકાલ સંધ્યાનું ધ્યાન કરવું
    -પૂર્વજોને પિંડ દાન કરવું
    -અંતરમુખી જાપ કરવા
    -સત્સંગ કરવો
    -ઇચ્છિત વિસ્તારની બહાર ન જાવ
    -કોઈની ટીકા ન કરોવી
    -સાધુઓ અને સાધ્વીઓની સેવા કરવી
    -જાપમાં વ્યસ્ત રહેવું
    -એક સમય ખાવું
    -જમીન પર સૂવું
    -અગ્નિનું સેવન ન કરવું (આગથી રાંધવું નહીં)
    -ભગવાનની ઉપાસના કરવી (શક્ય હોય તેટલું ગંગા તીરે ધ્યાન ધરવું)


    તમે જોઈ શકો છો કે આમાંથી મોટા ભાગના નિયમો આપણે રોજ અનુસરવા જોઈએ કારણ કે આ જ જીવન જીવવાની રીત છે. તન અને મન બંનેને સ્વસ્થ રાખવા અમુક નિયમો અનુસરવાની જરૂર છે. આજની અનિયંત્રિત જીવનશૈલી કેટલીય આફતો લઈને આવી છે ત્યારે ભલે કલ્પવાસમાં ન રહીએ પરંતુ આ નિયમોને બને તેટલા જીવનમાં ઉતારીયે તો પણ ઘણું.

આ પણ વાંચો…ઈન્દિરા ગાંધી ભાઇ ભત્રીજાવાદની પેદાશ હતી… Emergencyની રિલીઝ પહેલા કંગનાના નિવેદનથી વિવાદ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button