ઉત્સવ

બ્રાન્ડ બનાવો નિષ્ણાંતના સહારે

બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી

માર્કેટિંગ, બ્રાન્ડ, ક્રિએટિવિટીની વાતો જયારે પણ વેપારીઓ પાસે આવે ત્યારે બધાને એમ લાગે કે આ તો આપણા ડાબા હાથનો ખેલ છે. આ તો કોઈપણ કરી શકે અને આપણે એમબીએ અર્થાત મને બદ્ધુ આવડેની માનસિકતા આપણને એક સારી બ્રાન્ડ અથવા પ્રોફેશનલી આપણો ગ્રોથ અટકાવે છે. ક્ધસલ્ટન્ટ કે પછી એક્સપર્ટ સર્વિસ આઉટસોર્સ કરવાની વાત આવે ત્યારે અચૂક વેપારીની દલીલ હોય છે કે આપણે નાના વેપારી છીએ અને આ બધા ચોચલા મોટા લોકો માટે છે. તેઓ આ રીતે કેમ નથી વિચારતા કે જો મોટી કંપની કે મોટી બ્રાન્ડ જેમાં મોટા પગાર પર પ્રોફેશનલ્સ કામ કરતા હોય છે તેઓ પણ જો ક્ધસલ્ટન્ટ અને અમુક સ્પેશ્યલાઇઝડ સર્વીસિસ આઉટસોર્સ કરતા હોય છે તો તેનું કોઈ કારણ હશે. આ લોકોની સામે હું તો ઘણો નાનો પ્લેયર છું તો મારે તો જરૂરથી આવા ક્ધસલ્ટન્ટની જરૂર પડેજ, કારણ મારી પાસે તો વેલ ક્વોલિફાઇડ અને પેઈડ પ્રોફેશનલ્સ પણ નથી.

જો આપણે બીમાર હોઈયે તો ઘરેલુ ઉપચાર અજમાવિયે, પણ જો પ્રોબ્લેમ વધી જાય તો સ્પેસીયાલિસ્ટને મળવં જ પડે અને આ સ્પેસીયાલિસ્ટ એટલેજ સ્પેસિયલાઇસ્ડ ક્ધસલ્ટન્ટ જેઓ પાસે સમસ્યાને ઉકેલવાની કળા હોય છે. હું બધી વાતોમા માહિર ના હોઈ શકુ તે શક્ય છે તો બધી વાતો મારી રીતે હલ કરવાની કોશિશ કેમ કરુ!

નિષ્ણાંત વ્યક્તિ પોતાની સાથે તેનો વર્ષોનો અનુભવ લઈને એક ચોક્કસ ભૂમિકા સાથે આવે છે. જ્યારે બ્રાન્ડ ઑનર પોતાની બ્રાન્ડ પર કામ કરતો હોય છે ત્યારે તેમાં એટલો ઓતપ્રોત થઈ જાય છે કે તેને પોતાના બાળકની જેમ સાચવે છે. ફક્ત બ્રાન્ડ માટે નહી પણ આ વાત કોઈ પણ વેપારીને લાગુ પડે છે પછી તે મોટી કંપની પણ કેમ ના હોય. આવા સમયે ક્ધસલ્ટન્ટની વયૂ ખબર પડે છે.

ઇનહાઉસ ટીમ, મેનેજમેન્ટ એકજ દિશામાં વિચારતી હોય છે અને સ્ટેગ્નેન્સી આવી જાય છે, આવા સમયે બહારનો કે ત્રીજી કોઈ વ્યક્તિનો અભિપ્રાય જરૂરી થઈ જાય છે જે નવી દિશા આપે.

ઘણીવાર એમ પણ બને કે મેનેજમેન્ટ ટીમના અભિપ્રાયો ને અવગણતા હોય. આવા સમયે ક્ધસલ્ટન્ટ તેમની સમક્ષ સાચી તસવીર બતાવવામાં મદદ કરે છે. ક્ધસલ્ટન્ટ બહારની વ્યક્તિ હોવાથી પોતાની જવાબદારી સમજી મેનેજમેન્ટ કે કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને નહી પણ જે બ્રાન્ડ અને કંપની માટે યોગ્ય છે તેવા નિષ્પક્ષ ઉકેલો આપશે. પોતાના વર્ષોના અનુભવોના કારણે તેની પાસે અલગ દૃષ્ટીથી સમસ્યાને જોવાની ક્ષમતા હોય છે. કોઈપણ વેપારને આગળ વધવા માટે એક્સપર્ટ પોઈન્ટ ઓફ વ્યૂની જરૂરત પડ ેજ છે અને આ કામ ક્ધસલ્ટન્ટ કરે છે.

આમ કોઈપણ વેપાર માટે બ્રાન્ડ અને માર્કેટિંગ પણ સ્પેશિયલાઈઝડ વિષય છે અને તેના માટેના એક્સપર્ટ ક્ધસલ્ટન્ટ બ્રાન્ડને બનાવવામાં અને વધારવામાં મદદ કરે છે. બ્રાન્ડ ક્ધસલ્ટન્ટ વેપારના નીચે જણાવેલા વિસ્તારોમાં પોતાની નિપુણતા પ્રદાન કરશે:
૧. સ્પર્ધાત્મક લાભ: તમને તમારો પ્રતિસ્પર્ધી કોણ છે તે ડિફાઇન કરવામાં અને તેનો અભ્યાસ કરી તમારી બ્રાન્ડ માટે વ્યૂહાત્મક માર્કેટિંગ પ્લાન બનાવી આપશે. તમને અલાયદુ પોઝિશનિંગ આપી તમારા પ્રતિસ્પર્ધીથી અલગ પાડશે જે તમને સ્પર્ધામાં આગળ વધવા સહાય કરશે.

૨. વિઝન સેટિંગ અને ટાર્ગેટ અચીવમેંટ: સૌપ્રથમ તે તમારી કંપનીનું ઉદ્દેશ્ય, વિઝન શુ છે નો અભ્યાસ કરશે. તમને સેલ્સની પરે જઈ તમારા વિઝનને નવી દિશા આપશે. બ્રાન્ડ માટે વેલ્યૂ સેટ કરશે. આના થકી તમારા ટાર્ગેટને નવી ઊંચાઈ આપી તેને સર કરવાના રસ્તા બતાવશે.

૩. કસ્ટમર સેગમેંટેશન: કોઈપણ બ્રાન્ડ માટેનું મહત્ત્વનું પાસુ એટલે તેનો કસ્ટમર. ટાર્ગેટ ઑડિયેન્સ ડિફાઇન થવુ જરૂરી છે. બ્રાન્ડ ક્ધસલ્ટન્ટ રિસર્ચ, માર્કેટ ફીડબેક અને વિવિધ અભ્યાસ દ્વારા કસ્ટમર ડિફાઇન કરશે. નિશ્ચિત કસ્ટમર પ્રોફાઇલ બ્રાન્ડની સફળતા માટે જરૂરી છે. આનાથી તમારુ કેમ્પેઇન ફોકસ્ડ હશે. આની સાથે તમને નવા સેગમેન્ટ ડિફાઇન કરવામાં પણ તે મદદરૂપ થશે. આજના ડિજિટલ યુગમાં સેગમેંટેશનના સહારે નવા કસ્ટમર બનાવી
શકાય છે.

૪. સેલ્સ: વિવિધ પ્રમોશનલ સ્ટ્રેટજીના સહારે તમારું સેલ્સ વધારવામાં પણ મદદરૂપ થશે. વિવિધ મીડીયામાં કઈ રીતે બ્રાન્ડને પ્રમોટ કરવી, મેસેજિંગ કેવું ડેવલપ કરવુ, ક્રિયેટિવ કેવા બનાવવા વગેરે બાબતોમાં તેમની નિપુણતા કામ લાગશે.

૫. જઠઘઝ: તમારી બ્રાન્ડ અને કંપનીનું જઠઘઝ (સ્ટ્રેન્થ, વીકનેસ, ઑપર્ચુનિટી અને થ્રેટ) નો અભ્યાસ કરી વ્યૂહરચના બનાવશે અને તેના સહારે ગ્રોથ માટેના લાંબા ગાળાના ઉકેલો આપશે.

આ ઉપરાંત તે તમારા વેપારને રી-ઇન્વેન્ટ કરવામાં, બ્રાન્ડની અવેર્નેસ વધારવામાં, તમારી કંપની માટે એક ઓળખ બનાવવા, તમારા બ્રાન્ડનું પોઝિશનિંગ સ્થાપિત કરવામાં, તમારો વ્યવસાય તમારા ગ્રાહકો સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, તમે વેચાણની પ્રક્રિયા કેવી રીતે કરો છો જેવી ઘણી બધી વાતોનો વિચાર કરી દિશા ચીંધે છે જે તમને તમારા સ્પર્ધકોથી અલગ રહેવામાં મદદ કરે છે.

વાંચવામાં આ બધી વાતો આસાન લાગશે પણ જ્યારે તમે પોતે આ તમારી રીતે કરવા જશો ત્યારે તમારા પૂર્વાગ્રહો તમને ક્લેરિટી અને નવી દિશા પ્રદાન નહીં કરી શકે. આના માટે તમને ક્ધસલ્ટન્ટની જરૂર પડશે. તમે એક સફળ વેપારી હશો પણ એક્સપર્ટ ઑપીનિયન હંમેશાં લાભ દાયક હોય છે. ઘણીવાર તમે જે વિચારો છો તે સાચું છે કે ખોટું તેની પુષ્ટિ માટે પણ તમે તેમની સહાયતા લઈ શકો.

જ્યારે તમે નક્કી કરો કે હવે અમારા વેપારને કે બ્રાન્ડને નેક્સ્ટ લેવેલ પર લઈ જવા માટે એક્સપર્ટ ક્ધસલ્ટન્ટની જરૂર છે ત્યારે તેની નિમણૂંક કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખો. સૌપ્રથમ તેનો અનુભવ જાણો અને સમજો. કદાચ તમારી ઇંડસ્ટ્રીમાં કામ ના પણ કયુર્ં હોય પણ ક્ધસલ્ટન્ટ પોતાના અનુભવ થકી તમારી ઇંડસ્ટ્રીને ન્યાય આપી શકશે તેની ખાતરી કરો.

તેનું અને તમારું વિઝન એક સરખું હોવું જોઈયે. તમે જે ચાહો છો તે તેની સાથે શેર કરો અને તેના વિચારો તમારી બ્રાન્ડ માટેના જાણો. તમારા બ઼િઝનેસ અને બ્રાન્ડને તે જે સ્થિતિમાં છે તેવી સ્થિતિમાં સ્વીકારે અને તેને આગળ વધારવા સહમત થાય.

તે અક્કડ ના હોવો જોઈયે અર્થાત હું કહું તેમજ કરવું. તમને સાંભળી, સમજી બ્રાન્ડ માટે જે જરૂરી છે

તેવા ઉકેલો આપે અને નહીં કે તમને ખુશ કરવા તમારી હા માં હા મેળવે. આની સામે તમારે પણ તમારી માનસિકતા બદલી સાથે કામ કરવા માટે તૈયાર થવું પડશે.

સૌથી મહત્ત્વનું તમારા બન્નેની કેમિસ્ટ્રી જામવી જોઈયે, પોતાની બ્રાન્ડ સમજી તમારો સાથ આપે જે બ્રાન્ડને ઊંચા શિખરે લઈ જાય. નવી વાત કરવા જશો ત્યારે ભૂલો બંને તરફથી થશે પણ તેમાંથી શીખ મેળવી આગળ વધશો તો સફળતા જરૂરથી મળશે.

બ્રાન્ડ નિષ્ણાતોની ભૂમિકા વિવિધ છે. કંપનીઓને વેચાણ વધારવા અને વ્યવસાયિક લક્ષ્યો અને ઉદ્દેશ્યો સુધી પહોંચવા માટે ઉકેલો પ્રદાન કરશે. ટૂંકમાં, બ્રાન્ડ ક્ધસલ્ટિંગની મુખ્ય ભૂમિકા વ્યવસાયો માટે વ્યૂહાત્મક દિશા અને માર્ગદર્શન પૂરી પાડવાની છે, જે તમારી બ્રાન્ડ અને કંપનીને પ્રતિસ્પર્ધીઓથી ઉપર ઊઠવા અને નવી ઊંચાઈ સુધી પહોંચવામાં સહભાગી થાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…