`ગેડ્સબી’ લેખકને આવી નવલકથા લખવાની ધૂન કેમ ચડી?
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
તમે વાર્તા શા માટે લખો છો? આ પ્રશ્નના જેટલી વ્યક્તિ એટલા ઉત્તર હોઈ શકે. નીવડેલા સર્જકો માને છે કે જ્યાંસુધી તમારી પાસે પૂરતું ક્નટેન્ટ અને વિષયવસ્તુનો જરૂરી અભ્યાસ ન હોય ત્યાં સુધી વાર્તા લખવાનું જોખમ લેવા જેવું નથી. એનો અર્થ એવો જરાય નથી કે વાર્તાલેખકે નવી ભૂમિ પર ખેડાણ ન કરવું કે પ્રયોગો ન કરવા.
ઘણા નીવડેલા સર્જકોએ અદ્ભુત પ્રયોગો કર્યા છે, જેમ કે અર્નેસ્ટ હેમિંગ્વેએ માત્ર છ શબ્દમાં બેબી શૂઝ' નામની વાર્તા લખીને માઈક્રોફિક્શનનો નવો પ્રકાર આપ્યો. આવા પ્રયોગ ભારે જહેમત માગી લે છે. એનું પ્રખ્યાત ઉદાહરણ એટલે અર્નેસ્ટ વિન્સેન્ટ રાઈટ નામના અમેરિકન લેખક અને એમની નવલકથા
ગેડ્સબી’ (ૠફમતબુ). ગેડ્સબીનું કથાવસ્તુ કંઈ બહુ મહાન નહોતું. લેખક અહીં બ્રાન્ટન હિલ્સ નામના કાલ્પનિક શહેરની વાત કરી છે. જ્હોન ગેડ્સબી નામના સજ્જન આ શહેરના મેયર છે અને નવલકથાનો નાયક પણ એ જ છે. કથાનો એક વાક્યમાં ટૂંકસાર એવો છે કે તકલીફો વચ્ચે ઘેરાયેલા શહેરના ઉત્થાન માટે-ઉત્કૃષ માટે મેયર સાહેબ શહેરના યુવાવર્ગને તૈયાર કરે છે, પણ જે વાત આ નવલકથાને ચર્ચાસ્પદ બનાવે છે એ છે અંગ્રેજી મૂળાક્ષર ઊ'. જાણીને આશ્ચર્ય થશે કે 50,000 શબ્દોમાં લખાયેલી આખી નવલકથામાં ક્યાંય
ય’ અક્ષર આવતો નથી! અંગ્રેજીમાં આ પ્રકારના લખાણને `લીપોગ્રામ’ (હશાજ્ઞલફિળ) કહે છે.
લીપોગ્રામ શબ્દ મૂળે પ્રાચીન ગ્રીક ભાષામાંથી ઊતરી આવ્યો, જે એક પ્રકારની શબ્દ રમત માટે વપરાય છે. તમે તમારા લખાણમાં કોઈ એક અક્ષર કે નિયત અક્ષરોનો સમૂહ વાપરો જ નહિ તો એને લીપોગ્રામ કહેવાય. ગેડ્સબી નવ્વલ એના લીપોગ્રાફિક લખાણને કારણે જબરી પ્રસિદ્ધિ પામી. લીપોગ્રાફિક ક્નટેન્ટ લખવું, એટલે કોઈ એક વસ્તુની બાધા લેવા જેવું થાય. જો કશુંક ખાવાની બાધા લેવાની હોય તો ચાલાક માણસો એવી જ વાનગી પસંદ કરે જે એમને બહુ ભાવતી ન હોય!
લીપોગ્રાફનો ઉપયોગ કરનારા પણ મોટે ભાગે એવું જ કરતા હોય છે. એ લોકો ણ, ઉં, ચ અથવા ડ જેવા પ્રમાણમાં ઓછા વપરાતા મૂળાક્ષરોની બાધા' લઇ લે, જેથી મોટા ભાગના શબ્દો ઝાઝી મગજમારી વિના લખી શકાય. જોકે, અર્નેસ્ટ વિન્સેન્ટ રાઈટ નોખી માટીનો માણસ હતો. એણે તો સૌથી વધારે વપરાતા અક્ષરમાં જેની ગણના થાય, એવા
ય’ની જ બાધા લીધી! (વાંચવામાં સરળતા રહે એ ખાતર હવે પછી આ લેખમાં અંગ્રેજી મૂળાક્ષર ય' ને બદલે આપણે મોટે ભાગે
ઈ’ લખીશું.)
અંગ્રેજી ભાષામાં અનેક ક્રિયાપદોનું ભૂતકાળનું સ્વરૂપ દર્શાવવા માટે મૂળ ક્રિયાપદનીપાછળ યમ' લાગે છે. હવે જો
ઈ’ વાપર્યા વિના જ લખવાનું હોય તો કેવડી મોટી તકલીફ પડી જાય! અર્નેસ્ટ રાઈટ માટે સૌથી મોટી સમસ્યા આ જ હતી. રાઈટે કેટલાય શબ્દો વિના ચલાવી લેવું પડ્યું. એ ઉપરાંત ઈ' ની અવેજીમાં વાપરવા પડેલા વૈકલ્પિક શબ્દોને કારણે અનેક વાક્ય પ્રમાણમાં અઘરા બની ગયા, જેમકે
યમમશક્ષલ’ જેવા સીધાસાદા શબ્દને બદલે રાઈટે લફિક્ષમ ભવીભિવ શિીિંફહ' શબ્દપ્રયોગ કરવો પડ્યો! એક અંદાજ મુજબ રાઈટે આ નવલકથા લખતી વખતે અંગ્રેજી ભાષામાં સૌથી વધુ વપરાતા 500 પૈકીના 250 શબ્દો વિના ચલાવી લેવું પડ્યું! વળી રાઈટે નિયમો એટલા ચુસ્તપણે પાળ્યા કે જેમાં
ઈ’ આવતો હોય એવા કોઈ શબ્દનું ટૂંકું સ્વરૂપ પણ ન વાપર્યું… જેમ કે ડોક્ટર'ના સ્પેલિંગ ક્યાંય
ઈ’ નથી આવતો એટલે એનું ટૂંકું સ્વરૂપ વાપરી શકાય, પણમિસ્ટર’ શબ્દમાં `ઈ’ આવે માટે એનું ટૂંકું સ્વરૂપ ન વપરાય!
હવે વિચારો કે આટલી ચુસ્તતા સાથે આ માણસે કઈ રીતે અડધો લાખ શબ્દોની નવલકથા લખી હશે? અંગ્રેજી લેખકો પણ અમુક વાત અસરકારક રીતે કહેવા માટે કહેવતો અને કાવ્યપંક્તિઓનો છૂટથી ઉપયોગ કરે છે. રાઈટે એમાંય જ્યાં ઈ'ની હાજરી હોય એ કહેવતો-પંક્તિઓ નવેસરથી લખીને વાપરી છે. રોમાન્ટિક રચનાઓ માટે પ્રખ્યાત જ્હોન કિટ્સની પંક્તિઓ
વિંશક્ષલ જ્ઞર બયફીુિં શત ફ ષજ્ઞુ રજ્ઞયિદય’િ ને બદલીને `ફ ભવફળિશક્ષલ વિંશક્ષલ શત ફ ષજ્ઞુ ફહૂફુત’ તરીકે વાપરવામાં આવી. કહેવતો અને પંક્તિઓ સુધી તો સમજ્યા, પણ નવલકથા જેના વિના અધૂરી ગણાય, એવા વર્ણનોનું શું કરવું? નવલકથામાં એક સ્થળે ઘોડાઓ વડે ખેંચાતા ફાયર એન્જીનનું વર્ણન આવે છે. હવે મજાની વાત એ છે કે
વજ્ઞતિય, રશયિ અને યક્ષલશક્ષય આ ત્રણેય શબ્દોમાં ઈ' હાજર છે તો પછી
વજ્ઞતિય મફૂિક્ષ રશયિ યક્ષલશક્ષય’નું વર્ણન લખવું શી રીતે? આખરે લેખકે આ ત્રણેય શબ્દો વાપર્યા વિના જ આખા દૃશ્યનું વર્ણન કરી નાખ્યું, બોલો! હવે પ્રશ્ન એ છે કે તમે ગમે એટલું ધ્યાન રાખો, તો પણ ક્યાંક અમુક શબ્દ તો એવો છૂટી જ જાય, જ્યાં પ્રતિબંધિત અક્ષર વપરાઈ ગયો હોય. આવી ભૂલ ન થાય, એ માટે અર્નેસ્ટ રાઈટે પોતાના ટાઈપ રાઈટરમાં ઈ'નું બટન જ દોરી વડે બાંધી દીધું! જેથી ભૂલેચૂકે આંગળી પડી જાય, તો ય એ શબ્દ સરખો છપાય જ નહિ. તેમ છતાં અભ્યાસુઓ કહે છે કે આખી નવલકથામાં કુલ ત્રણ સ્થળે
વિંય’ શબ્દ વપરાયો છે. જ્યારે અન્ય એક સ્થળે જ્ઞરરશભય'િ શબ્દ પણ સરતચૂકથી વપરાઈ ગયો છે. જો કે પચાસ હજાર શબ્દો સામે ચારનો આંકડો કંઈ બહુ મોટો તો નથી, પરંતુ અર્નેસ્ટ વિન્સેન્ટ રાઈટને આવી રીતે
ઈ’નો ઉપયોગ કર્યા વિના નવલકથા લખવાની ધૂન કેમ ચડી? આ વિશે રાઈટ પોતે નવલકથાની પ્રસ્તાવનામાં ચોખવટ કરતા કહે છે કે મેં કોઈ સાહિત્યિક ઊંચાઈઓ સર કરવા માટે કે મારી મહાનતા સિદ્ધ કરવા માટે આ રીતની લીપોગ્રાફિક નોવેલ નથી લખી. બલકે મારા સ્વભાવને કારણે આ લખાયું છે. લોકોએ જ્યારે દ્રઢતાપૂર્વક કહેવા માંડ્યું કે આ રીતનું લખાણ શક્ય જ નથી ત્યારે લીપોગ્રાફિક નોવેલ લખવાની મારી ચાનક વધતી ગઈ!
આમ તો આ નવલકથા 1936માં લખાઈ ગયેલી, પણ કોઈ પ્રકાશક ન મળતા ઠેઠ 1939માં એ છપાઈ. કમનસીબે એ જ વર્ષે અર્નેસ્ટ રાઈટ મૃત્યુ પામ્યા એટલે વિવેચકો દ્વારા નવલકથાના થયેલા વખાણ ખુદ લેખકને સાંભળવા ન મળ્યા!એટલું ઓછું હોય તેમ નવલકથા પ્રકટ થયાના થોડા જ સમય બાદ ગોડાઉનમાં આગ લાગી, જેમાં મોટા ભાગની પ્રતો બળી ગઈ! આમ છતાં `ગેડ્સબી’ આજે ય લોકોને યાદ છે એ જ એની સૌથી મોટી સફળતા છે.