Gujarat Politics: ગુજરાતમાં વધુ એક સમાજે તેમની જ્ઞાતિના વધુ મંત્રી લેવા CMને કરી માગ
ગાંધીનગરઃ ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા વચ્ચે રાજપૂત સમાજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં ક્ષત્રિય સમાજે તેમની જ્ઞાતિના વધુ મંત્રી લેવા માગ કરી હતી. ગાંધીનગરમાં એક કલાક સુધી મુખ્ય પ્રધાન સાથે બેઠક ચાલી હતી. જેમાં સામાજિક, રાજકીય અને સરકારી મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી હતી.
ક્ષત્રિય સમાજના રમજુભા જાડેજાએ ભાજપના સંગઠનના ક્ષત્રિય નેતાઓને મહત્ત્વના પદ મળે તેવી માગ કરી હતી. જ્યારે તૃપ્તિબાએ સમાજ વતી સરકારમાં આગામી સમયમાં સારું મંત્રીપદ મળે તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત વિધવા મહિલાઓને મળતાં પેન્શનમાં વધારો તથા જમીનના રિસરવેની માગ કરી હતી.
Also read: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – 2025નો પ્રારંભ
આ નેતાઓએ કહ્યું, ભાજપ સિવાય અન્ય રાજકીય પક્ષોમાં પણ યોગ્ય તક મળે તેવી માગ કરવામાં આવશે. રાજપૂત સંકલન સમિતિ હાલ કોઇ રાજકીય પક્ષનું સમર્થન નહીં કરતી હોવાનું જણાવ્યું હતું. વિક્રમસિંહ રાઓલે કહ્યું, રૂપાલા પ્રકરણ પૂરું થઈ ગયું હોવાથી અમારે રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. પાલિતા પંચાયતની ચૂંટણીમાં કોને મત આપવો તે અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી.