પિસ્તોલ શાર્પશૂટર મનુ ભાકર: આખરે ધાર્યાં નિશાન પાડ્યાં છે આ મોહક માનુનીએ…!
ક્લોઝ અપ – ભરત ઘેલાણી
નાહકના સરકારી વાદ વિવાદ પછી હોબાળો થતાં અગાઉ દેશ-વિદેશના 106 જેટલાં મેડલ્સ જીત્યા બાદ 2024 પેરિસ ઓલિમ્પિકસમાં શૂટિગમાં બે બ્રોન્ઝ ચન્દ્રક હાંસલ કરનારી સૌથી યુવા મનુ ભાકરને આ 17 જાન્યુઆરીના દેશના રાષ્ટ્ર પ્રમુખના હસ્તે મતગમતનો સર્વ શ્રેષ્ઠ `ખેલરત્ન’ અવૉર્ડ એનાયત થશે… આ અવસરે જાણી લઈએ મનુ ભાકરની કેટલીક અ-જાણી વાતોની ઝલક… થોડા વર્ષ પહેલાં આપણી ગુજરાતી રંગભૂમિના મહારથી એવા નિર્માતા- દિગ્દર્શક -અદાકાર કાન્તિ મડિયાને દિલ્હીની પ્રતિષ્ઠિત સંગીત નાટક એકેડેમી' તરફથી કહેવામાં આવ્યું કે
ગુજરાતી રંગભૂમિ પર આપના અનન્ય પ્રદાન માટે એકેડેમી અવૉર્ડ આપવા ઈચ્છે છે તો એક અરજી પત્રકમાં આપની વિગતો ભરીને મોકલશો..’
આ જાણતાં જ કાન્તિભાઈ ભડક્યા : `મને અવૉર્ડ આપવા માગતા હો તો તમને મારા પ્રદાનની વિગતો ખબર હોવી જોઈએ…હું શા માટે અવૉર્ડ માટે અરજી કં?!’ એક કલાકારને છાજે એવા સ્વાભિમાન સાથે કાન્તિભાઈએ વળતો જવાબ આપીને એ પ્રતિષ્ઠિત પારિતોષિક નકાર્યુ હતું. કંઈક આ જ પ્રકારનો વિવાદ તાજેતરમાં થયો. 2024- પેરિસ ઓલિમ્પિક્સ વખતે ભારતીય વિજયોત્સવનો આરંભ કર્યો માત્ર 22 વર્ષની હરિયાણવી છોરી મનુ ભાકરે. ભારતની મહિલા શૂટર મનુ ભાકરે એર પિસ્તોલ ગેમમાં એક પછી એક એમ બે બ્રોન્ઝ મેડલ જીતીને બધાને અવાક કરી દીધા હતા.
આમ એક જ ઓલિમ્પિક્સમાં એક સાથે બબ્બે મેડલ જીતનારી એ સર્વપ્રથમ ભારતીય શૂટર-ખેલાડીનો વિક્રમ સરજીને બહુમાન મેળવી ગઈ. ત્રીજો ચંદ્રક જીતીને એ હેટટ્રિક ન કરી શકી, છતાં રાતોરાત એ મોહક માનૂની પર પરદેશ આખો ફિદા થઈ ગયો હતો ! સહેજે છે કે આવી સિદ્ધિ મેળવવા માટે મનુનું નામ રમતગમના સર્વોચ્ચ રાષ્ટ્રીય પારિતોષિક ` ખેલરત્ન’માં નામ બોલાય, પણ એવું ન થયું. સંભવિત ખેલાડીનાં નામની વિચારણા થઈ એમાં મનુ ભાકરના નામની ઉપેક્ષા થઈ. આ અવૉર્ડનાં નામાંકનને લઈને એવો વિવાદ ખડો થયો કે મનુ ભાકરના પિતા રામ કિશોર અને મનુના કોચ જશપાલ રાણા બરાબરના ઉકળ્યા. એ બન્ને કહે:
અત્યાર સુધીમાં દેશ-વિદેશની વિભિન્ન સ્પર્ધામાં 106થી વધુ મેડલ્સ જીતી અને હવે પેરિસ ઓલિમ્પિક્સમાં અનન્ય કહી શકાય એવા બે ચન્દ્રકની સિદ્ધિ મેળવી, છતાં જો એમ કહેવામાં આવે કે મનુએ
ખેલરત્ન’ માટે અરજી કરવી જોઈએ તો આવા પુરસ્કાર માટે આવી ભીખ માગવી પડે એનો શું અર્થ?!’ મનુના પિતાએ તો ત્યાં સુધી કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં આ અવૉર્ડ જેને મળ્યાં છે એમણે પણ અપ્લાઈ નહોતું કર્યું તો મનુ પાસે એવી અપેક્ષા શા માટે?! રમતગમતના ચાહકો અને અન્ય જાણીતા પૂર્વ ખેલાડીઓએ પણ આને લઈને ઊહાપોહ જગાડ્યો પછી આખરે હમણાં શૂટર મનુ ભાકરનું નામ પણ ` ખેલરત્ન’ પારિતોષિક માટે જાહેર થયું ખં. મનુ ઉપરાંત આ સર્વોચ્ચ સન્માન માટે અન્ય ત્રણ ખેલાડીમાં સૌથી ઓછી વયના ચેસ ચેમ્પિયન ડી. ગુકેશ-ઓલિમ્પિક્સમાં હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત અને પેરાલિમ્પિકના ખેલાડી પ્રવીણ કુમારની પણ વરણી થઈ છે.
આમ આખરે, ચીઝના ઠામમાં ચીઝ પડ્યું,પણ અગાઉ 6 વર્ષમાં મળેલાં 106 અવૉર્ડની રોકડ રકમ માટે અરજી કરવા છતાં હજુ સુધી ન મળી હોવાથી શરૂઆતમાં અકળાઈ ગયેલી મનુ ભાકરે અત્યારના તાજા વિવાદ પર એમ કહીને પડદો પાડ્યો છે કે `એક ખેલાડી તરીકે દેશ માટે રમીને ઉત્તમ પ્રદશન કરવું એ માં કામ છે કોઈ અવોર્ડ -સન્માન જરૂર પ્રોત્સાહિત કરે,પણ માં લક્ષ એ માત્ર નથી દેશ માટે શ્રેષ્ઠ રમવું એ છે, જે હું ભવિષ્યમાં પણ કરતી રહીશ.’
મુક્કાબાજી અને કુસ્તીના ચેમ્પિયન્સ તૈયાર કરવામાં માહેર છે એવા હરિયાણા રાજ્યમાંથી અખિયોં સે ગોલી મારે' એવી આ ફૂટડી શૂટર મનુ ભાકર ભલે અવનવા વિક્રમો સરજીને આજે
ખેલરત્ન’ જેવો પ્રતિષ્ઠિત પારિતોષિક માટે પસંદગી પામી,પણ આજ શાર્પ શૂટર સાથે કુદરત 2020ની ટોકિયો ઓલિમ્પિક્સમાં કપટ ખેલી ગઈ હતી. મનુ 10 મીટરની શૂટિગ ગેમમાં વધુ ને વધુ ગેમ્સ પોઈન્ટ્સ જીતીને ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી ગયેલી ત્યાં જ એની એર પિસ્તોલે દગો દીધી. એ ખરી મિનિટે ખોટવાઈ ગઈ ને મનુએ ફાઈનલ છોડી દેવી પડી હતી. આનો આંચકો મનુને બહુ વસમો લાગ્યો હતો. એ નિરાશામાં સરકી ગઈ ત્યારે સંસ્કૃતની શિક્ષિકા એવી એની મમ્મી સુમેધાએ એને શ્રીમદ ભાગવત ગીતાના પાઠ સમજાવ્યા પછી એ ટોકિયોના વસવસામાંથી બહાર આવી આને ક્રમશ: એ ડગલે અને પગલે એવી ગીતામય બની ગઈ છે કે ગીતાના પ્રત્યેક સંસ્કૃત શ્લોક એને કંઠસ્થ છે અને ગીતા પરની આસ્થાએ મનુને વિભિન્ન આંતરરાષ્ટ્રીય શૂટિગ સ્પર્ધાઓમાં ગોલ્ડ -સિલ્વર મેડલ્સ પણ મળ્યાં છે. જોકે, આ પેરિસ ઓલિમ્પિક્સમાં એ ત્રીજો મેડલ જીતી ન શકી, પણ ઉપરાછાપરી મળેલાં બે કાંસ્ય ચન્દ્રકોનું મહત્ત્વ મનુને મન અતિ મહત્ત્વનું રહ્યું.
આ સિદ્ધિ -પ્રસિદ્ધિ પછી મનુને ધન ધનાધન સમૃદ્ધિપણ મળવા માંડી છે. સોશિયલ મીડિયાની લાડકી એવી આ મનુને સોગાત અને તગડી રકમ સાથે દેશભરમાંથી આમંત્રણ સાથે માન -સન્માન મળી રહ્યાં છે. સહેજે છે કે આવી નામના પછી મનુ ભાકરની જાહેરખબરની દુનિયામાં અણધારી ભરતી આવે. જાણીતી કંપનીઓ પોતાની બ્રાન્ડસને મનુના નામ સાથે સાંકળવા તત્પર છે. આવી 40થી વધુ જેટલી બ્રાન્ડ્સની ઓફર આવી છે. અગાઉ એને એક ઍડ દીઠ સરેરાશ રૂપિયા 20થી 25 લાખ મળતા હતા એ આજે રૂપિયા દોઢેક કરોડનો આંક વટાવી ચૂકયો છે ! -અને આ બધા વચ્ચે, ખેલરત્ન' મેડલ સાથે પ્રશસ્તિપત્ર અને
સોને પે સુહાગા’ની જેમ મનુને હવે મળશે રૂપિયા વધારાની 25 લાખ રોકડની ધનરાશિ ! આ તો બધી સિદ્ધિ પછીની રિદ્ધિ-સમૃદ્ધિની વાત છે, પરંતુ એની સાથે મનુ ભાકરની અનન્ય પ્રસિદ્ધિ પણ કોઈને અચંભિત કરે એવી છે.
પેરિસ ઓલિમ્પિક્સમાં વિજય મળ્યા પછી ઠેર ઠેરથી માન-સન્માન મળે એ સમજી શકાય, પણ જબરા લોકપ્રિય ટીવી શો કોન બનેગા કરોડપતિ' માં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું પછી ઊંઇઈ ની રાતે શાર્પ શૂટર મનુ ભાકરે એના મોહક ચહેરા અને લોભામણા સ્મિત સાથેના વિવિધ અંદાજે
મહાનાયક’ અમિતાભ બચ્ચન સહિત લાખો ટીવી દર્શકો અને સોશિયલ મીડિયાને વીંધી નાખ્યા હતા! સામાન્ય રીતે ગ્રાઉન્ડ પર શૂટિગ સ્પોર્ટસ ડે્રસમાં જોવા મળતી આ હરિયાણી છોરી એ શોમાં છ-વારની આઈવરી (હાથીદાંત) શેડની ડિઝાઈનર સાડીમાં સજ્જથઈને આવી એટલું જ નહીં, એક શાર્પ શૂટરની ચીલઝડપે જવાબ આપ્યા અને એમાંય અમિતજીની ફિલ્મ મહોબ્બતે' નો એક યાદગાર સંવાદ (પરંપરા-પ્રતિષ્ઠા-અનુશસન) જે રીતે એણે રજૂ કર્યો એનાથી તો ખુદ
મહાનાયક’ પણ ઘાયલ થઈ ગયા હતા !
માત્ર આ જ નહીં, તાજેતરમાં પાટનગર દિલ્હીના એક જાણીતા ફેશન -શોમાં મનુ મોડલ બનીને મનમોહક લેધર ડે્રસમાં ઊતરી અને રેમ્પ વોક વખતે શૂટરની અદામાં સ્માઈલ સાથે જે રીતે `ફાયરિગ ‘પોઝ આપ્યા એના પર તો દર્શકો ફિદા..ફિદા થઈ ગયા. આમ આપણને શૂટિગ કોન્ટેસ્ટ વખતે ટીવી સ્ક્રિન પર સાવ ધીર ગંભીર લાગતી આ 22 વર્ષી યુવા એની આયુ મુજબ મોજિલી છે. ઘણું પામવાના મનોરથ અને સપનાં એ સાકાર કરવા ઈચ્છે છે અને એના માટે સતત પ્રયત્નશીલ પણ રહે છે. પેરિસની સિદ્ધિ -પ્રસિદ્ધિ પછી છ એક મહિનાનો બ્રેક લેનારી મનુ હાલમાં દેશ -વિદેશની કોઈ પણ શૂટિગ સ્પર્ધામાં અત્યારે એ ભાગ નથી લઈ રહી. આમ છ્તાં મનુ ભાકર સાવ નવરી ધૂપ બેસી નથી રહી. પોલિટિકલ સાયન્સના સ્નાતકની ડિગ્રી ધરાવતી મનુ હવે પબ્લિક એડમિનિસ્ટે્રશનમાં માસ્ટરની ડિગ્રી માટેના અભ્યાસની અત્યારે તૈયારી કરી રહી છે.
આ ઉપરાંત શૂટર મનુ અત્યાર સુધીમાં શું શું જાણે છે, શું શુંં શીખી છે અને કેમાં કેમાં પારંગત છે એ પણ તમે જાણી લો, જેમકે નિશાનબાજી- ઘોડેસ્વારી-કરાટે-સ્કેટિગ – યોગાસન – ભારતનાટ્યમ-સ્કૂબા અને સ્કાઈ ડાઈવિંગ! આ ઉપરાંત એ અચ્છી વાયોલિન વાદક પણ છે. એના ભાઈ અખિલે એને જે વાયોલિન ભેટ આપેલું એના પર જ મનુએ પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય રાષ્ટ્રગીતની ધૂન વગાડીને બધાને ચકિત કરી દીધા હતા! આ બધા વચ્ચે, પેરિસ ઓલિમ્પિક્સ વખતે સોહામણા ભાલાફેંક સુપરસ્ટાર ખેલાડી નીરજ ચોપરા અને મનુ ભાકર સાથે દેખાય પછી અબ મનુ ઔર નીરજ કા રિશ્તા પક્કા !' એવી જબરી અફવા સોશિયલ મીડિયામાં ઊડી હતી. ત્યારે મનુના મમ્મી-પપ્પાએ એ વાત નકારતાં કહ્યું હતું :
અમારી દીકરી તો હજુ બહુ નાની છે..હમણાં એના મેરેજનો કોઈ વિચાર નથી કર્યો’ તો મનુને કોઈ પત્રકારે પૂછયું તો મનુએ મોહક સ્મિત ફરકાવી સહેજ શરમાઈને કહ્યું હતું :
`મેરજ? અરે, એવો કયાં ટાઈમ છે મારી પાસે?! ‘