માળિયાનાં ચીખલી ગામે 13 ગાયોની કતલ કરનારા સાતમાં આરોપીની ધરપકડ…
માળીયા મિયાણા: મોરબી જિલ્લાના ચીખલી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી ગાયોને ચરાવવા માટે રાખ્યા બાદ 14 ગાયોએ પરત નહોતી કરી. જે પૈકી 13 ગાયો વેચી નાખી ગાયોની કતલ કરી નાખ્યાનું ખુલતા પોલીસે કુલ છ આરોપીને ઝડપી લીધા હતા. આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જે રિમાન્ડ દરમિયાન મૃતદેહોના અવશેષો એકત્ર કરવામાં આવ્યા છે. આ મામલે વધુ એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માળિયાના ખાખરેચી ગામે રહેતા જલાભાઇ ઉર્ફે જીલાભાઈ ભલુભાઈ શિયાર વાળાએ આરોપી મુસ્તાક આમીન લધાણી અને આમીન કરીમ લધાણી રહે બંને ચીખલી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેની માલિકીની 20 ગાયો અને બળદેવભાઈ મેવાડાની 30 ગાયો આરોપીને પૈસા આપી રખેવાળ તરીકે ચરાવવા માટે આપી હતી. બાદમાં આરોપીઓને આપેલી ગાયો પૈકી જલાભાઇની ૩ ગાયો અને બળદેવભાઈની 11 સહીત કુલ ગાય જીવ 14 કીમત રૂ 85 હજાર વાળી પરત ના આપી બંને આરોપીએ વિશ્વાસઘાત કર્યો હતો માળિયા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી.
આ પણ વાંચો : સુરત રેલવે સ્ટેશન પર બબાલઃ ટ્રેનના જનરલ કોચનો દરવાજો નહીં ખોલતા પ્રવાસીઓએ કરી તોડફોડ…
પોલીસ તપાસમાં કરી કબૂલાત
આરોપી મુસ્તાક અમીન લધાણી અને આમીન કરીમ લધાણી રહે બંને ચીખલી વાળાને ઝડપી લીધા હતા અને સઘન પૂછપરછ કરતા પરત નહિ આપેલી 14 માંથી 13 ગાયો કતલ માટે અન્ય આરોપીને વેચી નાખી હતી જે આરોપીઓએ ગાયની કતલ કરી નાખ્યાનું ખુલ્યું હતું. જેથી માળિયા પોલીસે અન્ય આરોપી રમજાન હારૂન જામ , અલાઉદીન મુસા જામ, અબ્બાસ મુસા મોવર અને સાઉદીન ઓસમાણ કાજેડીયા એમ છ આરોપીને ઝડપી લઈને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે.
FSL ટીમે મૃતદેહોના અવશેષો લીધા
રિમાન્ડ દરમિયાન પોલીસે સીમ વિસ્તારમાંથી ગાયોના મૃતદેહોના અવશેષો FSL ટીમની હાજરીમાં એકત્ર કરી કબજે લીધા હતા અને વધુ એક આરોપી આમીન રહીમ માણેકને ઝડપી લેવામાં આવ્યો છે આમીન માણેક ગાયોની કતલ કરવામાં સાથે હતો જેને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મંજુર થયા છે ગાયને 1000 થી 3000 રૂપિયાના ભાવમાં વેચતા હોવાની આરોપીઓએ કબુલાત આપી હતી.