Uttarayan 2025: સુરતમાં ફ્લાયઓવર બ્રિજ પર આ બે દિવસ ટુ-વ્હીલર પર પ્રતિબંધ મુકાયો
અમદાવાદ : ગુજરાતમાં ઉત્તરાયણ(Uttarayan 2025)પર્વનું અનેરું મહત્વ છે. તેમજ તેની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી પર કરવામાં આવે છે. જોકે આ દરમ્યાન પતંગની દોરી ટુ- વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થાય છે. તેમાં પણ ખાસ કરીને ફલાય ઓવરબ્રિજ પર પસાર થતાં વાહન ચાલકો તેનો અજાણે ભોગ બનતા હોય છે. જેના પગલે સુરત કોર્પોરેશને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એટલે કે તારીખ 14 અને 15 જાન્યુઆરીના રોજ બે દિવસ ફલાઇ ઓવરબ્રિજ પર ટુ- વાહન ચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સેફટી બેલ્ટ અથવા મફલર સાથે નીકળવાની પણ અપીલ
ઉત્તરાયણ પર્વને લઈ સુરત પોલીસ અને મહાનગર પાલિકા સતર્ક બની છે. ત્યારે ટુ-વ્હીલર વાહન ચાલક માટે બ્રિજ પર પતંગના દોરાથી નાના મોટા અકસ્માત અને મોત થતાં હોય છે. તેને અટકાવવા માટે પોલીસ દ્વારા અને પાલિકા દ્વારા પહેલ કરવામાં આવી છે.ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે બ્રિજ બંધ રહેશે. આ ઉપરાંત કોર્પોરેશન અને મહાનગરપાલિકાએ ટુ વ્હીલર વાહન ચાલકોને લોકોને રોડ પર ગળામાં સેફટી બેલ્ટ અથવા મફલર સાથે નીકળવાની પણ અપીલ કરી છે.
આ પણ વાંચો : ઉતરાયણમાં ચાઈનીઝ દોરીના વપરાશ અંગે ગુજરાત હાઈ કોર્ટનો લેટેસ્ટ આદેશ જાણો?
બ્રિજના બંને છેડા પર પોલીસ બંદોબસ્ત
ઉત્તરાયણના તહેવાર નિમિત્તે 14મી જાન્યુઆરી અને 15 જાન્યુઆરી બે દિવસ માટે સુરત શહેરના તમામ ફ્લાય ઓવર બ્રિજ પર ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે છે આ અંગે પોલીસ કમિશનરે ઉત્તરાયણ તહેવાર પહેલા ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે અને સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ફ્લાય ઓવર બ્રિજના બંને છેડા પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.