નેશનલસ્પેશિયલ ફિચર્સ

Mahakumbh-2025માં આ મહાનુભાવો પણ પહોંચશે ગંગા મૈયામાં ડૂબકી લગાવવા…

વર્ષ 2025 મહાકુંભની શરૂઆત 14મી જાન્યુઆરીથી શરૂ થશે અને તે 26મી ફેબ્રુઆરીના મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે. આ મહાકુંભનું આવું મહત્ત્વ છે અને દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં લોકો એમાં ભાગ લેવા માટે આવશે.

મહાકુંભ માટે પ્રયાગરાજ એકદમ સજ્જ થઈ રહ્યું છે. કરોડોની સંખ્યામાં કુંભ સ્નાન કરવા શ્રદ્ધાળુઓ દેશના ખુણે-ખુણેથી આવે છે. પરંતુ આ વખતે કુંભમાં સ્નાન કરવા માટે વિદેશથી પણ કેટલાક મહાનુભાવો પધારવાના છે, ચાલો એક નજર કરીએ મહાનુભાવોની યાદી પર…

સુધા મૂર્તિઃ

જી હા, આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે છે સુધા મૂર્તિનું. દેશનાં અબજોપતિ મહિલાઓમાંથી એક ઈન્ફોસિસ ફાઉન્ડેશનના સંસ્થાપક સુધા મૂર્તિ પણ આ વખતે પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલાં કુંભમાં સ્નાન કરવા માટે પહોંચશે, એવી માહિતી સામે આવી રહી છે.

લોરેન પોવેલ જોબ્સઃ

એપ્પલના કો-ફાઉન્ડ દિવંગત સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ કુંભ સ્નાનમાં સહભાગી થવા ભારત આવશે. તેઓ અહીં તેમના ગુરુની મુલાકાત કરવાના છે.

સાવિત્રી જિંદલઃ

ઓપી જિંદલ ગ્રુપના ચેયરપર્સન સાવિત્રી દેવી જિંદલનું નામ પણ સામે આવી રહ્યું છે. કહેવાઈ રહ્યું છે કે સાવિત્રી દેવી પણ આ વખતે કુંભ સ્નાન કરવા પહોંચવાના છે.

અમિતાભ બચ્ચનઃ

સદીના મહાનાયક અને મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પણ મહાકુંભમાં સ્નાન કરવા પહોંચશે એવી માહિતી સામે આવી રહી છે. બિગ બી તો મૂળ પ્રયાગરાજના જ છે તેમના માટે આ આ ઈવેન્ટ ખૂબ જ મહત્ત્વની છે.

રણબીર કપૂરઃ

કપૂર ખાનદાનના ચિરાગ રણબીર કપૂર પણ પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભમાં સ્નાન કરવા પહોંચશે. આ સમયે તેની પત્ની અને બી-ટાઉનની ટોચની એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ સાથે હશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

આ લોકો પણ પહોંચશે ગંગામાં ડૂબકી લગાવવા

આ ઉપરાંત રાખી સાવંત, આશુતોષ રાણા, અનુપ જલોટા, અભિષેક બચ્ચન, રાજપાલ યાદવ, રવિ કિશન, વિવેક ઓબેરોય જેવા મહાનુભાવોના નામ પણ સામે આવી રહ્યા છે.

ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની બોલબાલા

આ ઉપરાંત વૈશ્વિક સ્તર પર પોતાનો પ્રભાવ રાખનારી અન્ય બીજી ધનાઢ્ય મહિલાઓનો સંગમ પણ મહાકુંભમાં થવાનો છે. સુધા મૂર્તિ અને સાવિત્રી દેવી તો ભારતીય પરિવેશથી ખૂબ જ સારી રીતે પરિચિત હશે.

પરંતુ લોરેન જેવી અન્ય વિદેશી મહિલાઓનું કુંભમેળામાં સામેલ થવું એ તરફ ઈશારો કરે છે કે દુનિયાની ધનવાન અને પ્રભાવશાળી લોકોને પણ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ પ્રત્યે આકર્ષણ છે. એટલું જ નહીં કુંભ મેળામાં વિદેશી મહિલાઓનું આગમન આપણી સનાતન પરંપરાને વૈશ્વિક સ્તર પર દર્શાવે છે. એવું કહેવાય છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button