અમદાવાદ : ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસના ફેલાઈ રહેલા કેસોને લઈને સમગ્ર વિશ્વમાં દહેશત છે. ત્યારે ગુજરાતમાં એચએમપીવીનો (HMVP) વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદમાં ગઇકાલે વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો HMPV ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે શહેરના સાઉથ બોપલમાં રહેતા 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં બાળક બાદ હવે વૃદ્ધ HMVP ના ચપેટમાં, અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો, કુલ ત્રણ કેસ…
9 માસનું બાળક થયું સંક્રમિત
આજે અમદાવાદના સાઉથ બોપલમાં 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને છેલ્લા કેટલાય સમયથી શરદી-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. દર્દીની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. દર્દીના સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
ગઇકાલે પણ નોંધાયો હતો કેસ
ગઇકાલે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 80 વર્ષીય વૃદ્ધને 8 જાન્યુઆરીએ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.તેમણે શ્વાસ લેવામાં તકલીફ પડતાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેથી હોસ્પિટલે એચએમવીપીની એસઓપી મુજબ તેમનો ટેસ્ટ કર્યો હતો અને આઈશોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જોકે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો : શોકિંગ: અમદાવાદની સ્કૂલમાં ત્રીજા ધોરણની વિદ્યાર્થિનીને છાતીમાં દુખાવો થતાં ઢળી પડી અને…
પ્રથમ કેસ અમદાવાદમાં
ગુજરાતમાં એચએમપીવી(HMVP)વાયરસનો પ્રથમ કેસ અમદાવાદમાં ચાંદખેડાની ઓરેન્જ હૉસ્પિટલમાં દાખલ કરવાં આવેલા બાળકમાં નોંધાયો હતો. 24 ડિસેમ્બર 2024ના દાખલ કરવામાં આવ્યા બાદ 26 ડિસેમ્બરના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમ છતાં આ મામલે હૉસ્પિટલ દ્વારા તંત્રને જાણ ન કરવામાં આવતા AMCએ હૉસ્પિટલને નોટિસ ફટકારી હતી. જ્યારે બીજો કેસ હિંમતનગરમાં નોંધાયો હતો. જ્યાં ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.