હિન્દુ મરણ
કચ્છી ભાટીયા (શિવજીયાણી)
વિજય વેદ (હીંગવાલા) (ઉં. વ. ૯૧) તે શ્રીજીનાચરણ પામ્ફયા છે. તે સ્વ. દેવીદાસ વિઠ્ઠલદાસના પુત્ર. સ્વ. પુરુષોતમ મથુરાદાસ મોરપરીયાના જમાઇ. સ્વ. દેવજી નારાણજી અંજારીયાના દોહીત્રા. અ. સૌ. હીના, અ. સૌ. હર્ષા, વિરેન (બંટુ)ના પિતાશ્રી. અ. સૌ. કમલ, હેમંતભાઇ, હમીરભાઇના સસરા. ક્ધહાઇ અને સાચીના દાદા. કૃપા, દુષ્યંત અને નીલના નાના. લૌકિક વ્યવહાર
બંધ છે.
ભરૂચના વિશા વાયડા વણિક
સ્વ. અનંતલાલ ત્રિભુવનદાસ અને સ્વ. લીલાવતીબેનના સુપુત્ર અને સ્વ. મધુરિકાબેનના પતિ. સ્વ.ચિત્તરંજન (ઉં. વ. ૯૫) તા. ૧૨-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે નયન, બેલા, મીરા, મંજરી, કાનન અને મીતાના પિતાશ્રી. ચિ. કૌશિક, નિરાલીના દાદા. અને ક્રીશાંગના ના પરદાદા. પ્રાર્થનાસભા તા. ૧૬-૧૦-૨૩ના સોમવાર ૫થી ૭. ઠે. સોફીયા ભાભા હોલ, ભુલાભાઇ દેસાઇ રોડ, મુંબઇ-૪૦૦૦૨૬.
દશા શ્રીમાળી વણિક
નડિયાદ હાલ માટુંગા શિરીષ ચંદુલાલ મોદીના ધર્મપત્ની ઇંદિરા મોદી (ઉં. વ. ૮૬)
તા. ૮-૧૦-૨૩ને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે અંબરીશ, હમીર, મનીષના માતા. મીનીતા, તૃપ્તિ, રાજેશ્રીના સાસુ. અમી, નિશ, રીની, વિરલ, હિરલના દાદી. ભૂપેન્દ્ર, દેવેન્દ્ર, કિરીટ, જયોતિન્દ્ર, નલીનના ભાભી. પ્રાર્થનાસભા, તા. ૧૬-૧૦-૨૩ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે. વનિતા વિશ્રામ હોલ, પ્રાર્થનાસમાજ, હરકીશનદાસ હોસ્પિટલની બાજુમાં, મુંબઇ-૪.
શ્રી દશા સોરઠિયા વણિક સમાજ
અમદાવાદ, કિરણભાઈ ગુણવંતરાય દેસાઈ (ચેન્નઇ)ના ધર્મપત્ની ગીતાબેન (ઉં.વ. ૬૦) તે ઝરણાં તથા હિમેશ (બંટી)ના માતુશ્રી. તે વિજયભાઈ, સ્વ. હર્ષદભાઈ, પ્રકાશભાઈ, જ્યોતિબેન ભદ્રેશ શાહના ભાભી. તે સ્વ. રતિલાલ ફુલચંદ ગગલાણીના દીકરી. તેઓ સ્વ. આશા (ઉષા) હીમતલાલ ગાંધી, શ્રીમતી ભારતી અવિનાશ દેસાઈ, યોગેશ રતિલાલ ગગલાણીના નાનાબહેન. શનિવાર, તા. ૨૪-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ તણસા વાવડી હાલ વસઈ સ્વ. પ્રભુદાસ ઝવેરભાઈ પરમારના ધર્મપત્ની ગં. સ્વ. પુષ્પાબેન (ઉં.વ. ૮૨) ૧૪/૧૦/૨૩ના રામચરણ પામેલ છે. તે ભારતી નરેશ પીઠવા, ભદ્રા સુરેશકુમાર મૈકલ, અરૂણા આશિષ કારેલીયા, પ્રવીણા મહેશ મકવાણા, સોનલ અશોક હરસોરા તથા સીમા સંજય મકવાણાના માતુશ્રી. સ્વ. રતિલાલ, હસમુખભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. નવનીતભાઈ જગજીવનભાઈ પરમારના કાકી. મૂળજીભાઈ નાગજીભાઈ મકવાણા ભાવનગરના દીકરી. પ્રાર્થનાસભા ૧૬/૧૦/૨૩ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, બોરીવલી ઈસ્ટ.
શ્રીનાઘેર દશાશ્રીમાળી વણિક
સામતેર, હાલ નિઝામાબાદ ગં.સ્વ. ભાનુમતીબેન અને સ્વ. નિરંજન હરગોવિંદદાસ શાહના સુપુત્ર કેતન શાહ (ઉં.વ. ૫૭) તે ચેતનાના પતિ. વૈભવ અને રીષીના પિતા. સ્વ. મનમોહનદાસ હરગોવિંદદાસ તેમજ ગં.સ્વ. નિર્મળાબેન મનમોહનદાસ શાહના ભત્રીજા. અ. સૌ. ગોપી પરેસ, અ.સૌ. મીનાબેન બીપીન, અ. સૌ. કુંજલતા બીપીન, સ્વ. પ્રકાશ, ઉદય અ. સૌ. કિરણ બિહારી, અ. સૌ. હર્ષા ચંદ્રકાંતના ભાઈ. સિમર નિવાસી સ્વ. ધીરજલાલ જમનાદાસના જમાઇ ૧૩-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૫/૧૦/૨૩ના ૪:૩૦ થી ૬. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્લોટ નં. ૬૦, સેક્ટર ૨૯, વાશી, નવી મુંબઈ.