Bhopal માં મોટો માર્ગ અકસ્માત, કોલેજ બસને ટ્રકે ટક્કર મારી, એક વિદ્યાર્થીનું મોત
ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં(Bhopal)શુક્રવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યાં ખજુરી બાયપાસ રોડ નજીક આવેલી NIFT કોલેજ પાસે અકસ્માત થયો હતો. જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું જ્યારે બે પ્રોફેસરો સહિત 35 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે .આ ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.આ ટક્કર એટલી ગંભીર હતી કે બસનો પાછળનો ભાગ તૂટી ગયો.
બસનો પાછળનો ભાગ તૂટી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર, આઉટર ભોપાલના ખજુરી બાયપાસ રોડ પર એક પૂર ઝડપે આવી રહેલા ટ્રકે કોલેજ બસને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર પછી ડ્રાયવર તે બસને દૂર સુધી ખેંચી ગયો. આ ટક્કર એટલી ગંભીર હતી કે બસનો પાછળના ભાગનો તૂટી ગયો હતો.
પાલીના રહેવાસી વિદ્યાર્થી વિનીતનું મોત થયું
આ સમગ્ર અકસ્માતની વિગત મુજબ ખજુરી પોલીસ સ્ટેશનના ટીઆઈ નીરજ વર્માએ જણાવ્યું કે અકસ્માત શુક્રવારે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ થયો હતો. પીપલ્સ એન્જિનિયરિંગ કોલેજના 51 વિદ્યાર્થીઓ અને 4 સ્ટાફ સહિત કુલ 55 લોકો IISER કોલેજની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ, ભૌરીમાં NIFT કોલેજ નજીક બસની ટ્રકે પાછળથી ટક્કર મારી. જેમાં બિરસિંહપુર પાલીના રહેવાસી વિદ્યાર્થી વિનીતનું મોત થયું છે.
આ પણ વાંચો : ભોપાલ યુનિયન કાર્બાઈડ કચરા નિકાલનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યોઃ આવતીકાલે સુનાવણી…
29 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ
જ્યારે વિદ્યાર્થી વિમલ યાદવ અને વિદ્યાર્થી શિવમ લોધીની હાલત ગંભીર છે. જેમને પીપલ્સ હોસ્પિટલમાં મોકલવામાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જેમાં 29 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. 13 વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બસ અને ટ્રકને ખજુરી રોડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. અકસ્માત બાદ ગ્રામજનો અને સ્થાનિકોએ પણ લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી.