Mahakumbh 2025 : મહાકુંભની જમીન પર વકફનો દાવો કરનારને સીએમ યોગીનો જડબાતોડ જવાબ
લખનૌ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની(Mahakumbh 2025) તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેવા સમયે જે સ્થળ પર મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે ભૂમિના અધિકાર મુદ્દે વિવાદ કરનારાને યુપીના સીએમ યોગી આદિત્યનાથે જડબાતોડ જવાબ આપ્યો છે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જેમને વિકાસ પસંદ નથી તેવો ખોટા વિવાદ ઉભા કરે છે. આવા લોકો જ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરે છે.
ભવ્ય કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાની માનસિકતા
સીએમ યોગી આદિત્યનાથે કુંભમાં 55 વીઘા વક્ફ બોર્ડની જમીનના દાવા પર આકરા પ્રહારો કર્યા હતા. આ એક ભવ્ય કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાની માનસિકતા છે. આવા લોકોએ વકફને જમીન માફિયા બોર્ડ ન બનાવવું જોઈએ. મુખ્યમંત્રીએ સમાજવાદી પાર્ટી પર આડકતરી રીતે હુમલો કર્યો. તેમણે કહ્યું કે જે લોકોના કાર્યકાળમાં જમીન પર કબજો કરવામાં આવ્યો હતો તે જ લોકો આ વિવાદ પાછળ છે.
મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કર્યો હતો દાવો
ઉલ્લેખનીય છે કે બરેલીમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ એક મોટો દાવો કર્યો હતો. જેમાં મહાકુંભ સ્થળની જમીનને વકફની મિલકત હોવાનો દાવો કર્યો હતો. મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ એક નિવેદન બહાર પાડ્યું હતું. રવિવારે, જેમાં તેમણે કહ્યું હતું કે મુસ્લિમો મેં હંમેશા મોટું હૃદય બતાવ્યું છે અને તેનો પુરાવો આપ્યો છે. આના ઘણા ઉદાહરણો મળી શકે છે.
મેળામાં દુકાનો સ્થાપવાની પરવાનગી નકારી કાઢવામાં આવી
તેમણે કહ્યું હતું કે આ પછી પણ મુસ્લિમોએ મેળાની તૈયારીઓ સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. પણ અખાડા પરિષદ અને અન્ય બાબાઓની સંકુચિત માનસિકતા જુઓ કે તેઓ મેળામાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. મુસ્લિમોને મેળામાં દુકાનો સ્થાપવાની પરવાનગી નકારી કાઢવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સંભલમાં પ્રાચીન મંદિર મળ્યુંઃ યોગી આદિત્યનાથે આપ્યું મહત્ત્વનું નિવેદન, શું રાતોરાત…?
જવાબદાર લોકોએ આ તરફ ધ્યાન આપવું જોઈએ
આ મેળો 55 વીઘા વકફ જમીન પર આયોજિત થઈ રહ્યો છે. ઋષિઓ અને સંતોએ આ બધી બાબતો વિશે ખૂબ કાળજીપૂર્વક વિચારવું જોઈએ. તેમણે આ પ્રકારની વિચારસરણી છોડી દેવી પડશે અને મુસ્લિમો જેવું મોટું હૃદય બતાવવું પડશે. ત્યાંના જવાબદાર લોકોએ આ તરફ ધ્યાન આપવું જોઈએ.