Steve Jobsની પત્ની Laurene Powell Jobs આવશે મહાકુંભ-2025માં ભાગ લેવા…
એપ્પલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સની (Steve Jobs)ની પત્ની લોરેન્સ પોલ જોબ્સ (Laurene Powell Jobs) મહાકુંભ-2025માં ભાગ લેશે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો 61 વર્ષીય લોરેન 13મી જાન્યુઆરીના પ્રયાગરાજ પહોંચશે. લોરેન 29મી જાન્યુઆરી સુધી નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદના કેમ્પમાં રહેશે.
એવું કહેવાઈ રહ્યું છે સ્વામીએ લોરેનને પોતાનું ગોત્ર આપ્યું છે અને એનું નામ બદલીને કમલા રાખ્યું છે. અહીંયા તમારી જાણ માટે કે સ્ટીવ જોબ્સનું નિધન પાંચમી ઓક્ટોબર, 2011માં થયું હતું.
મળતી માહિતી અનુસાર લોરેન આ પહેલાં પણ મહાકુંભ આવી ચૂકી છે. તે હિંદુ ધર્મમાં ખૂબ જ આસ્થા ધરાવે છે. કુંભ સિવાય ભારતમાં લોરેનના કેટલાક બીજા પણ કાર્યક્રમ છે. લોરેન જોબ્સ 2020 ફોર્બ્સના અંકમાં અબજોપતિની યાદીમાં 59મા સ્થાને હતી.
આપણ વાંચો: Mahakumbh 2025 : મહાકુંભમાં મુસ્લિમોને પ્રવેશને લઈને સીએમ યોગીનું મોટું નિવેદન
સ્વામી કૈલાશાનંદજી મહારાજે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે લોરેન જોબ્સ સહિત દેશ-દુનિયાના અનેક દિગ્ગજો કુંભમાં ભાગ લેશે. અમે મહા કુંભમાં આવનારા તમામ લોકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.
જ્યાં સુધી વાત લોરેનની છે તો તે પણ કુંભમાં ભાગ લેવા આવી રહી છે, તે અહીં પોતાના ગુરુને પણ મળશે. અમે લોકોએ તેને અમારું ગોત્ર આપ્યું છે અને અમે તેમનું નામ કમલા રાખ્યું છે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મહાકુંભ-2025માં લોરેન કલ્પવાસ પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે હિંદુ ધર્મમાં કુંભ અને માઘ મહિનામાં સાધુઓ સહિત ગૃહસ્થો માટે કલ્પવાસની પરંપરા છે.
આપણ વાંચો: મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને મળશે ચોખ્ખી હવા, કરવામાં આવ્યું છે આ ખાસ આયોજન
આ દરમિયાન ગૃહસ્થોને થોડાક સમય માટે શિક્ષણ અને દીક્ષા આપવામાં આવશે. જેના કેટલાક નિયમ અને ધાર્મિક માન્યતાઓ હોય છે, જેમાં તપ, હોમ અને દાન વગેરે કરવામાં આવે છે.
લોરેન સિવાય અનેક જાણીતા ફિલ્મ સ્ટાર્સ પણ પ્રયાગરાજમાં 14મી જાન્યુઆરી શરૂ થનારા મહાકુંભમાં ભાગ લેશે. આ સેલિબ્રિટીઓમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિતના કલાકારોનો સમાવેશ થાય છે.