ગુજરાતમાં બાળક બાદ હવે વૃદ્ધ HMVP ના ચપેટમાં, અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો, કુલ ત્રણ કેસ…
અમદાવાદ : ગુજરાતમાં એચએમપીવી(HMVP)વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં આજે અમદાવાદમાં આ વાયરસનો બીજો કેસ નોંધાયો છે. જેમાં હવે બાળક બાદ વૃદ્ધમાં આ વાયરસ જોવા મળ્યો છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં હવે એચએમપીવી વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. આજના કેસની વિગત મુજબ અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો HMPV ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધ વ્યક્તિની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ઓપરેશન ગંગાજળઃ ગુજરાત સરકારે વધુ ચાર આરોગ્ય અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા
શ્વાસ લેવામાં તકલીફ પડતાં સારવાર માટે લાવવામાં આવ્યા
આ કેસની મળતી વિગત મુજબ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 80 વર્ષીય વૃદ્ધને 8 જાન્યુઆરીએ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.તેમણે શ્વાસ લેવામાં તકલીફ પડતાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેથી હોસ્પિટલે એચએમવીપીની એસઓપી મુજબ તેમનો ટેસ્ટ કર્યો હતો અને આઈશોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જોકે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર શરૂ કરવામાં આવી છે.
80 વર્ષના દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટરી નથી
આ ઉપરાંત આ અંગે હોસ્પિટલ સત્તાવાળાના જણાવ્યા અનુસાર 80 વર્ષના દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટરી નથી. આ અંગે તાત્કાલિક કોર્પોરેશન અને આરોગ્ય સત્તાવાળાને જાણ કરવામાં આવી છે. તેમજ એકત્ર કરાયેલા નમૂનાને વધુ ચકાસણી માટે અમદાવાદની બીજે મેડિકલ કોલેજ અને ગાંધીનગરની જીબીઆરસીમાં પણ મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અમરેલી લેટર કાંડઃ ભરતસિંહ સોલંકીની પત્નીએ ધાનાણીને શું કર્યો સવાલ? જુઓ વીડિયો
ગુજરાતમાં એચએમવીપીના કુલ 3 કેસ
ગુજરાતમાં થોડા દિવસ અગાઉ એચએમવીપી વાયરસનો એક પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયો હતો. જ્યારે આ વાયરસનો બીજો કેસ સાબરકાંઠામાં નોંધાયો હતો. તેની બાદ ગુરુવારે અમદાવાદમાં વધુ એક કેસ નોંધાતા ગુજરાતમાં એચએમવીપીના કુલ 3 કેસ નોંધાયા છે.