Gold Price : ચીને આંતરરાષ્ટ્રીય બજારમાંથી સોનાની ખરીદી કરતા ભાવમાં વધારો, જાણો કારણ…
નવી દિલ્હી : ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન બાદ ભારતે રૂપિયાને સ્થિર રાખવા સોનાની લક્ષિત ખરીદી શરૂ કરી છે. તેવા સમયે હવે ચીન દ્વારા પણ આંતરરાષ્ટ્રીય બજારમાંથી મોટાપાયે સોનાની ખરીદી શરૂ કરી છે. જેના લીધે વૈશ્વિક માર્કેટમાં સોનાના ભાવમાં(Gold Price) વધારો થઇ રહ્યો છે. જેની સીધી અસર ભારતીયો પર પડી રહી છે.
આ પણ વાંચો : Stock Market : શેરબજારમાં હજુ પણ અમદાવાદ અને મુંબઈનો દબદબો યથાવત, જાણો વિગતે…
રિટેલ ફુગાવો સતત ઘટી રહ્યો
જેમાં મળતી માહિતી મુજબ પીપુલ્સ બેંક ઑફ ચાઈના (PBoC) સતત ઈન્ટરનેશનલ માર્કેટથી સોના ખરીદી રહી છે. ત્યારે હવે એ સવાલ સામાન્ય છે કે ચીન કેમ સતત સોનું ખરીદી રહ્યું છે. જોકે, તેનું વાસ્તવ કારણ એ છે કે ચીનમાં કન્ઝયુમર પ્રાઈઝ સાથે જોડાયેલ ફુગાવો સતત ઘટી રહ્યો છે. સતત ચાર મહિનાથી આ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના લીધે ચીનને આર્થિક વિકાસ દરની ચિંતા વધી છે.
સોનાને સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે
આ ઉપરાંત હાલ, વૈશ્વિક ઇક્વિટી બજારમાં વધતી અસ્થિરતા અને સતત વધી રહેલા ભૂ-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને સોનાને સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે. ચીન હાલ ભવિષ્યના આ પડકારોને સમજી ગયું છે, તેથી જ તે સતત સોનું ખરીદી રહ્યું છે. જોકે, ભારત પણ આ દિશામાં આગળ વધ્યું છે. તેમજ ભારતીય રિઝર્વ બેંક પણ છેલ્લા કેટલાક મહિનાઓમાં વૈશ્વિક બજારમાંથી સતત સોનાની ખરીદી કરી રહ્યું છે.
આ પણ વાંચો : 2025માં શેરબજારમાં સંભાળજો નહીંતો…. લાખના બાર હજાર થઇ જશે
ચીને સોનું ખરીદવાનું કેમ શરૂ કર્યું ?
આ ઉપરાંત ચીનના સોના ખરીદવાના નિર્ણયને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાન સાથે પણ જોડીને જોવા પણ આવી રહ્યો છે. જેમાં નિષ્ણાતોના મતે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આવતા માલ પર વધુ ટેરિફ લાદવાની વાત કરી છે. જેના કારણે ચીની કંપનીઓને વધુ કિંમત ચૂકવવી પડશે. તેમજ ચીન સોનાથી આની ભરપાઈ કરી શકશે.