મનોરંજન

ફોરેનમાં Amitabh Bachchan ને મહિલાઓએ ટેનિસ પ્લેયર સમજી લીધા, પછી જે થયું…

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિને કારણે ખૂબ જ લાઈલાઈટમાં રહે છે. આ જ શો પર અનેક વખત કન્ટેસ્ટન્ટ સાથે વાત કરતી વખતે બિગ બી પોતાની પર્સનલ લાઈફ અને ફિલ્મ સંબંધિત મજેદાર ખુલાસા પણ કરતાં રહે છે. આવા જ એક ખુલાસા દરમિયાન બિગ બીએ જણાવ્યું હતું કે કઈ રીતે તેઓ ફોરેન ટેનિસની મેચ જોવા ગયા હતા અને મેચ જોવા આવેલા ફોરેનર્સે તેમને જ ટેનિસ પ્લેયર સમજી લીધા હતા. બિગ બીએ ફોરેનર્સની મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો દૂર કરી પણ તેમણે તેમને પોતાની ઓરિજનલ ઓળખ નહોતી જણાવી. આવો જોઈએ શું છે આ કિસ્સો જાણીએ વિસ્તારથી-

આ પણ વાંચો : બચ્ચન અને ઐશ્વર્યાની આ ફિલ્મ દર્શકો માટે બની ગઈ હતી માથાનો દુઃખાવો

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફેન ફોલોઈંગ એકદમ જગજાહેર છે અને તેમને ના ઓળખે એવી કોઈ વ્યક્તિ મળવું ખૂબ જ અઘરું તો છે જ પણ એની સાથે સાથે માનવામાં ના આવે એવું પણ છે. પરંતુ આવું હકીકતમાં બન્યું હતું અને એનો ખુલાસો ખુદ બિગ બીએ કેબીસીના એક એપિસોડમાં કર્યો હતો. બિગ બી સામે હોટસીટ પર બેઠેવલા રિટાયર્ડ જનરલ ઓફિસર પ્રેમસ્વરૂપ સિંહ નેગી સાથે વાત કરતી વખતે આ ખુલાસો કર્યો હતો.

બિગ બીએ જણાવ્યું હતું કે એક વખત તેઓ ટેનિસ મેચ જોવા મળે વિદેશ ગયા હતા અને તેઓ સ્ટેન્ડમાં બેસીને મેચ જોઈ રહ્યા હતા ત્યારે કેટલાક ભારતીયો પણ ત્યાં હાજર હતા. બિગ બીને જોતા જ તેઓ તેમનો ઓટોગ્રાફ લેવા માટે પહોંચી ગયા હતા. ભારતીયોને બિગ બીના ઓટોગ્રાફ લેતા જોઈને તેમની બાજુમાં બેઠેલી બે વિદેશી મહિલાઓએ તેમને ભારતીય ટેનિસ પ્લેયર વિજય અમૃતરાજ સમજી લીધા હતા.

બિગ બીએ આ મહિલાઓની મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરતાં કહ્યું કે તેઓ વિજય અમૃતરાજ નથી. પરંતુ તેમણે આ મહિલાઓ સામે પોતાની રિયલ આઈન્ડેન્ટિટી રિવીલ નહોતી કરી અને ફરી એક વખત મેચ જોવામાં વ્યસ્ત થઈ ગયા હતા.

આ પણ વાંચો : બિગ બી, સલમાન, ઐશ્વર્યા અને શાહરુખ જેવા સેલિબ્રિટીઓને પોતાના ઈશારે નચાવે છે ઈન્ડસ્ટ્રીની આ Bigg Boss

આગળ તેમણે જણાવ્યું હતું કે હું ટેનિસ જોવા ગયો હતો અને ભારતીય છું. મારી કદ-કાઠી પણ ભારતીય ટેનિસ પ્લેયર વિજય અમૃતરાજ જેવી જ છે, એટલે જ આ મહિલાઓને ગેરસમજ થઈ ગઈ કે હું વિજય અમૃતરાજ જ છું. પરંતુ મેં એમને જણાવ્યું કે હું એ નથી જે તેઓ સમજી રહી છે, પણ મેં એમને હું કોણ છું એ પણ નહીં જણાવ્યું. બિગ બીનો આ રિયલ લાઈફ કિસ્સો સાંભળીને હાજર તમામ દર્શકો હસી પડ્યા હતા. આ ખુલાસો કરતી વખતે બિગ બીએ જણાવ્યું હતું કે તેમને ટેનિસ જોવાનો શોથ છે અને નોવાક જોકોવિચ તેમના મનગમતા ઈન્ટરનેશનલ ખેલાડી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button