TMKOCના આ કલાકારની તબિયત લથડી, 19 દિવસથી છોડ્યું ખાવા-પીવાનું…
લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) છેલ્લાં દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. હવે આ જ સીરિયલનો એક મહત્ત્વનો હિસ્સો રહી ચૂકેલાં એક્ટર ગુરુચરણ સિંહ (Gurucharan Singh)ને લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ એક્ટરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોસ્પિટના બેડ પરથી વીડિયો શેર કર્યો હતો. પરંતુ હવે એક્ટરના મિત્રએ ગુરુચરણને લઈને મહત્ત્વની માહિતી આપી છે. મળતી માહિતી અનુસાર ગુરુચરણની તબિયત વધારે બગડી ગઈ છે અને તેણે દિવસોથી ખાવાનું પણ છોડી દીધું છે.
ગુરુચરણ સિંહે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનો રોલ નિભાવ્યો હતો. એક્ટર હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જોકે તેને શું થયું છે એના વિશે જાણી શકાયું નથી. ગુરુચરણ સિંહની એક ખાસ મિત્ર સોનીએ એક ઈન્ટરવ્યુમાં તેની તબિયત વિશે ખુલાસો કર્યો હતો. સોનીએ જણાવ્યું હતું કે ગુરુચરણ સિંહે છેલ્લાં 19 દિવસથી ખાવા-પીવાનું બંધ કરી દીધું છે અને તેની હાલત ખરાબ છે. હાલમાં એક્ટર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગુરુચરણ સિંહ કેટલાય દિવસો સુધી અચાનક ગાયબ થઈ ગયો અને બાદમાં તે ઘરે પાછો ફર્યો હતો. ગુરુચરણ સિંહની આર્થિક હાલત ખૂબ જ ખરાબ છે. એક્ટરે પણ આ વિશે ખુદ ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તે કામની શોધમાં છે અને તેની ઉપર ખૂબ દેવું પણ થઈ ગયું છે.
ડિસેમ્બર મહિનામાં ગુરુચરણ સિંહે પિતાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા અને તેમને લોહી ચઢાવવામાં આવી રહ્યું હતું. એક્ટરે જણાવ્યું હતું તેના પિતાની હાલ ખૂબ જ ખરાબ છે અને કેપ્શનમાં લખ્યું હતું કે પ્લીઝ માતા પિતા માટે પ્રાર્થના કરો. આ બધા વચ્ચે હવે એક્ટર ખુદ હોસ્પિટલમાં દાખલ છે અને તેની હાલ પણ ખાસ કંઈ સારી નથી દેખાઈ રહી.
આ પણ વાંચો…Happy Birthday: જે ફિલ્મમાં ડેબ્યુ કરીને ધમાકો કરર્યો તે 25 વર્ષ બાદ ફરી થિયેટરોમાં
ગુરુચરણે હાલમાં જ પોતાના એકાઉન્ટ પરથી ફેન્સ સાથે વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પોતાની ખરાબ હાલત વિશે વાત કરતો જોવા મળ્યો હતો. જોકે, તેણે તેને શું થયું છે એ થોડા દિવસ બાદ જણાવવાની વાત કહી હતી. દરમિયાન ગુરુચરણની મિત્રએ ઈન્ટરવ્યુમાં કરેલા ખુલાસાને કારણે તેના ફેન્સ ચિંતામાં પડી ગયા છે.