સ્પેશિયલ ફિચર્સ

આ એક ભયને કારણે Mukesh-Nita Ambani એક વર્ષ બાદ એન્ટિલિયામાં શિફ્ટ થયા…

ભારતના જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો પરિવાર પોતાની વૈભવી લાઈફસ્ટાઈલ અને કેરેક્ટરને કારણે ચર્ચામાં આવતા હોય છે અને તેઓ કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી, પરંતુ આજે અમે અહીં તમને આ જ પરિવારના એક સિક્રેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને કદાચ તમને નવાઈ લાગશે. આ સિક્રેટ અંબાણી પરિવાર (Ambani Family)ના નિવાસ સ્થાન એન્ટિલિયા (Antilia) સંબંધિત છે. એન્ટિલિયાનું નિર્માણ 2006માં શરૂ કરવામાં આવ્યું હતું 2010માં તો તે બનીને સંપૂર્ણપણે તૈયાર હતું, તેમ છતાં અંબાણી પરિવાર એક વર્ષ બાદ એટલે કે 2011માં આ મકાનમાં શિફ્ટ થયું હતું. ચાલો જાણીએ આ પાછળનું કારણ-
એન્ટિલિયાના ગણતરી દેશના સૌથી લક્ઝુરિયસ અને મોંઘા ઘરમાં કરવામાં આવે છે. મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલી આ 27 માળની આલિશાન ઈમારતમાં તમામ અદ્યતન સુવિધાઓ સજ્જ છે.

37,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું એન્ટિલિયા 2010માં બનીને તૈયાર હોવા છતાં પણ અંબાણી પરિવાર 2011માં આ ઘરમાં શિફ્ટ થયું. આ પાછળના કારણ વિશે વાત કરીએ તો અંબાણી પરિવારને સતાવી રહેલો એક ડર આ માટે કારણભૂત હોવાનું કહેવાય છે 15,000 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું આ ઘર ખૂબ જ શાનદાર છે. તમને જાણીને જાણીને નવાઈ લાગશે કે આ ઘર બનીને તૈયાર હોવા છતાં પણ એક અજાણ્યા ભયને કારણે અંબાણી પરિવાર એક વર્ષ સુધી શિફ્ટ નહોતું થયું. 2010માં અંબાણી પરિવારે ગૃહ પ્રવેશની પૂજા પણ કરી હતી. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અંબાણી પરિવારને એવો ભય હતો કે જો તેઓ આ ઘરમાં શિફ્ટ થશે તો તેમને નુકસાન થઈ શકે છે.

Also read: એન્ટિલિયા પહેલાં Mukesh Ambani-Nita Ambani ક્યાં રહેતા હતા? કેવું હતું પહેલાંનું ઘર?

બસ પછી તો પૂછવું શું અંબાણી પરિવારે 50 મોટા મોટા પંડિતોને બોલાવીને ઘરમાં પૂજા કરી અને વાસ્તુ દોષનું નિવારણ કરાવ્યું હતું. પૂજા અને વાસ્તુદોષનું નિવારણ કરાવ્યા બાદ જ અંબાણી પરિવાર આ ઘરમાં શિફ્ટ થયો હતો. તમારી જાણ માટે કે આ ઘરનું ડિઝાઈનિંગ નીતા અંબાણી કર્યું હતું. મુકેશ અંબાણી પોતાના આખા પરિવાર સાથે આ ઈમારતમાં 27મા માળ પર રહે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button