અમરેલીટોપ ન્યૂઝ

લેટર કાંડઃ આવતીકાલે અમરેલી બંધ, ધાનાણીએ કોના નાર્કોટેસ્ટની કરી માંગ?

Amreli Letter Kand Updates: અમરેલી લેટર કાંડમાં ધરણાં પર બેઠેલા કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આજે વધુ 24 કલાક ધરણાં પર બેસવાની જાહેરાત કરી હતી. આવતીકાલે (શનિવારે) અમરેલી બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમણે ધારાસભ્ય કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની પણ માંગ કરી હતી. સોમવારે સુરતમાં ધરણાં ધરવામાં આવશે. તેમજ દરેક સ્તરે નારી સ્વાભિમાન મંચની રચના કરી પીડિતાને ન્યાય માટે તમામ સ્તરે આવેદન પત્ર આપવામાં આવશે.

પરેશ ધાનાણીએ કહ્યું, પેટમાં દાણો નથી નાખ્યો તેને 24 કલાક પૂર્ણ થયા છે. 24 કલાક બાદ રાજ્ય સરકારે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરી. હાલ કોઈ કાર્યવાહી નહીં થતાં વધુ 24 કલાક ધરણાં રહેશે. કૌશિક વેકરીયાનો નાર્કોટેસ્ટ કરાવવો જોઈએ. જે બાદ તેમણે અમરેલીના એસપી અને પોલીસ તંત્રને હર્ષ સંઘવીએ કોના ઈશારે સૂચનાઓ આપી અને વરઘોડો કઢાવ્યો તેવો વેધક સવાલ કર્યો હતો.

ધાનાણીએ કોના વોટ્સએપ કોલની તપાસ કરવાની માંગ કરી

પરેશ ધાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,નાયબ દંડક કૌશિક વેકરીયા, એસપી આ ત્રણને કેટલી વખત વોટ્સએપ કોલ ઉપર વાત થઈ તે તપાસ કરાવો તેવી માગ કરી હતી. આવતીકાલે શનિવારે સવારે 10 વાગે ધરણાં પૂર્ણ થશે. આવતીકાલે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરી હતી. પરેશ ધાનાણી દ્વારા ધરણાને આગળ વધારવા અરજી કરવામાં આવી છે. જો મંજૂરી નહીં મળે તો પણ ધરણાં કરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઇરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Also read: અમરેલી લેટર કાંડઃ પાયલ ગોટીએ શું લગાવ્યો સનસનીખેજ આરોપ?

જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે લેટર કાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતી પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું હતું, જેનો ભારે વિરોધ થયો હતો. જે બાદ ત્રીજી જાન્યુઆરીએ આ પાટીદાર યુવતીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા હતા. સેશન્સ કોર્ટે 15 હજારના બૉન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપ્યા હતા. જે બાદ કૉંગ્રેસ દ્વારા પાટીદાર દીકરીના વરઘોડાને લઈ વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button