નેશનલ
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વન-ડેમાં પૂરી કરી ૩૦૦ સિક્સ
અમદાવાદ: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં ૩૦૦ સિક્સ પૂરી કરી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં રોહિતે આ ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી.
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેઇલે વન-ડેમાં ૩૩૧ સિક્સ ફટકારી છે.
તે સિવાય પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન શાહિદ આફ્રિદીએ વન-ડેમાં ૩૫૧ સિક્સ ફટકારી છે. જ્યારે રોહિતે ૨૪૬ વન-ડે ઇનિંગ્સમાં ૩૦૦ સિક્સરનો આંકડો પાર કર્યો હતો. તે સિવાય રોહિત શર્મા વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે.