અમરેલી લેટર કાંડઃ ભરતસિંહ સોલંકીની પત્નીએ ધાનાણીને શું કર્યો સવાલ? જુઓ વીડિયો
અમદાવાદઃ અમરેલી લેટર કાંડ મુદ્દે કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણી 24 કલાકના ધરણાં પરે બેઠા છે. અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યા બાદ જવાબદારો સામે કોઈ પગલાં લેવામાં ન આવતાં તેઓ ધરણા પર બેઠા છે. આજે તેઓ નવી રણનીતિ જાહેર કરી શકે છે. ધાનાણીના ધરણાને લઈ કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો હતો.
વીડિયોમાં રેશ્મા પટેલે શું કહ્યું
વીડિયોમાં રેશ્મા પટેલ કહે છે. હું પણ પાટીદારની દીકરી છું. પરેશભાઈ, જેનીબેન ઠુંમર અને પ્રતાપભાઈ દુધાતને કહેવા માંગુ છું કે મારી આબરૂ લૂંટાતી હતી ત્યારે તેમ કેમ મૌન રહ્યા. મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી. પણ તમને સમાજની દીકરીના સ્વાભિમાન કરતાં તમારું પદ વધારે વહાલું લાગતું હતું. તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે તમે મૌન થઈ જાવ છે. આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે બહેનો અને દીકરીઓના ભાઈ બનેલા પરેશ ધાનાણી તમે મને ન્યાય અપાવશો. શું રાજકીય લાભ ખાંટવાનો હોય ત્યારે જ તમે જાગો છે. જેનીબેનને પણ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે વિનંતી કરું છે કે તેમના મુદ્દે પણ તેઓ લડત ચલાવે.
રેશ્મા પટેલના વીડિયો બાદ પરેશ ધાનાણીએ જણાવ્યું, કૌટુંબિક અને સામાજિક મુદ્દા અલગ છે. કૌટુંબિક વિખવાદમાં બોલવાનો મને અધિકાર નથી. હું રેશ્માબેનને આ લડતમાં ટેકો આપવા વિનંતી કરું છું.
આ પણ વાંચો…દિલ્હીમાં દૂર દૂર સુધી દેખાય નહીં એટલું ધુમ્મસઃ જાણો ગુજરાત-મહારાષ્ટ્રમાં કેવું છે હવામાન