દિલ્હીમાં દૂર દૂર સુધી દેખાય નહીં એટલું ધુમ્મસઃ જાણો ગુજરાત-મહારાષ્ટ્રમાં કેવું છે હવામાન
નવી દિલ્હીઃ દિલ્હીમાં કડકડતી ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ છે. અનેક જગ્યાએ વિઝિબિલિટી શૂન્ય છે. સડકો પર ગાડી એકદમ ધીમી ગતિએ ચાલી રહી છે. ઘુમ્મસના કારણે અનેક ટ્રેનો નિર્ધારીત સમય કરતાં મોડી દોડી રહી છે. દિલ્હી-એનસીઆરમાં આજે સીઝનનું સૌથી ગાઢ ધુમ્મસ છવાયેલું છે. આ સમગ્ર વિસ્તાર ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયો છે. હવામાન વિભાગ દિલ્હીમાં આજે ધુમ્મસ લોકોને વધુ પરેશાન કરશે. આગામી દિવસોમાં પણ ગાઢ ધુમ્મસ છવાયેલું રહી શકે છે.
હવામાન વિભાગે દિલ્હીમાં વીકેન્ડ પર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ શીતલહેરનો પ્રકોપ વધી શકે છે. સવાર તથા સાંજના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 11 અને 12 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. હળવો વરસાદ પડી શકે છે.
મહારાષ્ટ્રમાં કેવું છે વાતાવરણ
મહારાષ્ટ્રમાં છેલ્લા બે – ત્રણ દિવસથી ઠંડી વધી છે અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગ મુજબ, આગામી બે દિવસમાં રાજ્યમાં શીતલહેર ફરી વળશે અને તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સુધી ઘટાડો થશે. આઈએમડી મુજબ મુંબઈમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાથી ઠંડા અને સૂકા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં 1 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાથી ઠંડીમાં રાહત થશે. જ્યારે આ પછી ફરી લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાથી ઠંડીનું જોર દેખાશે. રાજ્યમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે ઉત્તરાયણ સુધી શુષ્ક હવામાનની સંભાવના દર્શાવી છે.
આ પણ વાંચો…PM Modiએ પ્રથમ પૉડકાસ્ટમાં રાજનીતિથી લઈ કયા કયા મુદ્દે કરી વાત?