આમચી મુંબઈ

મઢ-માર્વે રોડ પહોળો કરવા આડે 529 બાંધકામનો અવરોધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માર્વેમાં ટી-જંકશનને મઢ જેટ્ટી સાથે જોડતા ભાસ્કર ભોપી રોડને ૨૭.૪૫ મીટર સુધી પહોળો કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. એક વખત રોડ પહોળો થશે એ સાથે જ તે મલાડ અને અંધેરી વચ્ચે તો એક મહત્ત્વની લિંક બની રહેશે પણ સાથે જ મઢ-વર્સોવા બ્રિજને પણ આ રસ્તો જોડશે. જોકે આ પ્રોજેક્ટને આડે એટલે કે રસ્તો પહોળો કરવામાં ૫૨૯ બાંધકામ અને જમીનના ટુકડાઓ અવરોધરૂપ બની રહ્યા છે.

માર્વે રોડ પર ટી જંકશન પર ભાસ્કર ભોપી રોડ શરૂ થાય છે, જે આગળ મઢ જેટ્ટી સહિત અનેક બીચને જોડે છે, જેમાં મુખ્યત્વે આક્સા બીચ, એરંગલ બીચ અને દાનાપાણી બીચનો સમાવેશ થાય છે. તાજેતરના વર્ષોમાં આ રસ્તાની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે, જેને કારણે વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી પાલિકાએ રોડની હાલત સુધારવા પમાટે તેને પહોળો કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે. આ પ્રોજેક્ટને કારણે માત્ર રોડની હાલત જ નહીં સુધરે પણ મલાડ અને અંધેરી જેવા મહત્ત્વના એરિયા સુધી પહોંચવામાં લાગતો સમયમાં પણ બચત થશે. હાલમાં આ રસ્તાની પહોળાઈ જુદા જુદા પટ્ટામાં છથી લઈને આઠ મીટર સુધીની છે, જેને કારણે અહીં ટ્રાફિક જામની સાથે જ એક્સિડન્ટનું જોખમ પણ વદારે છે. તેથી પાલિકાના ‘પી-ઉત્તર’ વોર્ડ દ્વારા આ રસ્તાને પહોળો કરવાનું કામ ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) ૨૦૩૪ હેઠળ હાથ ધરવામાં આવ્યું છે.

Also read: મઢ-વર્સોવા ફક્ત ૧૦ મિનિટમાં કેન્દ્રીય પર્યાવરણ વિભાગની મંજૂરી મળી ગઈ

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ટ્રાફિક સતત વધી રહ્યો છે. અહીં મોટા પ્રમાણમાં બીચ આવેલા છે એટલે પર્યટકોની સંખ્યા પણ વધુ હોય છે. વધુમાં આ રોડને પહોળો કરવામાં આવ્યા બાદ આગળ જઈને મઢ-વર્સોવા બ્રિજને પણ જોડવામાં મહત્ત્વનો બની રહેશે. અધિકારીના જણાવ્યા મુજબ પાલિકાએ કરેલા સર્વે મુજબ રસ્તાને પહોળો કરવામાં ૫૨૯ બાંધકામ સહિત ૪૨૦ જમીનના ટુકડાને અસર થઈ રહી છે. પહેલા તબક્કામાં ૩૭ બાંધકામને તેમ જ ૩૧ ઓપન પ્લોટને નોટિસ આપવામાં આવી છે. બાકીના બાંધકામને આગામી સમયમાં તબક્કાવાર નોટિસ મોકલવામાં આવશ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button