ભુજ

મહાકુંભ મેળા પહેલાંના પોષી પૂનમના ચંદ્રને પ્રાચીન ખેડૂત મંડળીએ આપ્યું ‘વોલ્ફ મૂન’ નામ

ભુજ: આ વખતે મકરસંક્રાંતિના આગલા દિવસે પોષી પૂનમનો દિવસ છે જેને શાકંમ્ભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 44 દિવસના કુંભમેળાની પૂર્વેના આ પૂર્ણ ચંદ્રમા દેખાશે જેને પ્રાચીન કાળથી ખગોળ રસિકોએ ‘વોલ્ફ-મૂન’ અથવા ‘વરૂ ચંદ્રમા’ એવું નામ આપ્યું છે.

સતત ત્રણ દિવસ સુધી દેખાશે પૂર્ણ ચંદ્ર
આ વરૂ ચંદ્રમા સતત ત્રણ દિવસ સુધી પૂર્ણ ચંદ્રમા તરીકે જોઈ શકાશે અને એ મંગળના ગ્રહ પાસેથી પસાર થશે.
ઉલ્લેખનીય છે કે, મિત્ર ખેડૂતોની ટોળકીએ પૂનમના ચંદ્રને છે ક ઈ.સ ૧૯૩૦થી જુદા જુદા નામ આપવાનું શરૂ કર્યું હતું અને જાન્યુઆરીના પૂર્ણ ચંદ્રને ‘વોલ્ફ-મૂન’ એવું નામ અપાયું હતું.

આ પણ વાંચો: નવા વર્ષમાં ક્યારે થશે ચંદ્ર અને સૂર્યગ્રહણ?, શું તે ભારતમાં દેખાશે?

યુરોપના દેશોમાં આ ચંદ્રને ‘આઈસ -મૂન’ અથવા ‘ઓલ્ડ-મૂન’ તરીકે પણ ઓળખાય છે. આગામી 14મી જાન્યુઆરીનો પૂર્ણ ચંદ્ર ઉદય પામવાની સાથે જ 44 દિવસ ચાલનારા પ્રયાગ ખાતેના મહાકુંભનો પ્રારંભ થશે જે દર 12 વર્ષે યોજાય છે.

થિરૂવથીરાય ઉત્સવ
આ ઉપરાંત આ પૂર્ણ ચંદ્ર થિરૂવથીરાય ઉત્સવ તરીકે પણ ઉજવાય છે અને આ ઉત્સવ કેરાલા અને તામિલનાડુમાં રહેતા હિંદુઓ ખાસ ઉજવે છે. પોષી પૂનમને શ્રીલંકામાં દુરુથુપોયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધે શ્રીલંકાની પ્રથમ વખત મુલાકાત લીધી હતી. આ પૂર્ણિમાએ વરૂ-ચંદ્ર નિહાળવાનું ચૂકશો નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button