કલ્યાણમાં માત્ર 500 રૂપિયા માટે ભાઈએ ભાઈને પતાવી નાખ્યો
થાણે: માત્ર 500 રૂપિયાના મામલે થયેલી બોલાચાલી બાદ મોટા ભાઈએ છરીના ઘા ઝીંકી નાના ભાઈની હત્યા કરી હોવાની ઘટના કલ્યાણમાં બની હતી.
બાજારપેઠ પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની રાતે કલ્યાણ ખાતે બની હતી. આ પ્રકરણે આરોપીની બુધવારે વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મોટી બહેન વધુ વ્હાલી હોવાની શંકાપરથી નાની બહેને માતાની હત્યા કરી…
આરોપી સલીમ શમીમ ખાન (32)ને દારૂ પીવાનું વ્યસન હતું. મંગળવારની રાતે દારૂના નશામાં આવેલા સલીમને તેના ભાઈ નસીમ ખાને (27) પાકીટમાંથી 500 રૂપિયા પૂછ્યા વિના લેવા બાબતે ટોક્યો હતો.
આ વાતને લઈ બન્ને ભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રોષમાં આવી આરોપીએ છરીથી નસીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નસીમનું મૃત્યુ થયું હતું.
ઘટના અંગે નસીમની માતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે માતાની ફરિયાદને આધારે પુત્ર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) હેઠળ ગુનો નોંધ્યો હતો. નસીમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ધરપકડ કરાયેલા આરોપીની વધુ પૂછપરછ પોલીસ કરી રહી છે.
(પીટીઆઈ)