અમદાવાદ

ઓપરેશન ગંગાજળઃ ગુજરાત સરકારે વધુ ચાર આરોગ્ય અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા

અમદાવાદઃ ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓને ઘરભેગા કરવા માટે ઓપરેશન ગંગાજળ શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ વધુ ચાર આરોગ્ય અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરીને ઘરભેગા કરી દેવામાં આવ્યા હતાં. જેમાં બે તાલુકા હેલ્થ ઓફિસર અને બે મેડિકલ ઓફિસરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઓપરેશન ગંગાજળ હેઠળ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 35થી વધુ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે.

આ પણ વાંચો: રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીની ટીમ એક્શનમાંઃ 2 મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશન

કોને કોને કર્યા ફરજિયાત નિવૃત્ત

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્ય સરકારે દાંતિવાડાના તાલુકા હેલ્થ ઓફિસર બિજોલ ભેદ્રુ, નડિયાદના તાલુકા હેલ્થ ઓફિસર વિપુલ અમીનને નિવૃત ફરજિયાત નિવૃત કર્યા હતાં. તે ઉપરાંત સંખેડાના મેડિકલ ઓફિસર રાજીવ નયન અને આણંદના મેડિકલ ઓફિસર મયંક ચૌહાણને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા હતાં.

આ કારણોસર સરકાર લઈ રહી છે પગલાં

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 4 અધિકારીઓને 5 જાન્યુઆરી 2025એ ચાલુ નોકરીએ જ સેવાનિવૃત્તિ આપી દેવાઈ હતી. આ 4 અધિકારીઓ વર્ગ 3ના હોદ્દા પર કાર્યરત હતા. ઉપરોક્ત કર્મચારીઓને બિનઅધિકૃત ગેરહાજરી, નબળી વહીવટી અને નાણાંકીય કામગીરી, બેદરકારી અને નિષ્કાળજી, ફક્ત શારીરિક ઉપસ્થિતિ, કામ ટાળવાની વૃત્તિ અને ફરજ પર નિરસતા, ફરજ પર નશા કરવાની ટેવ, સતત માંદગી સબબ લાંબી રજાઓ લઇ ફરજ પર હાજર ન રહેવા, સરકારી નાણાની હંગામી ઉચાપત, વહીવટી કાર્યમાં બિનકૂશળતા, ફરજ બજાવવાની અસમર્થતા, ફરજ પર મોડા આવવા, ખોટા ટી.એ. બીલ લેવા, નાણાકીય કામગીરીમાં અનિયમિતતા તથા સાથી અધિકારી અને કર્મચારી સાથે ઉદ્ધૃત વર્તન જેવા કારણોસર ફરજિયાત નિવૃત્તિ આપી ઘર ભેગા કરી દેવાયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button