આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા કાયમી કુલપતિ; ડો.ઉત્પલ જોશીની નિમણૂક
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પદેથી ડૉ. કમલ ડોડીયાને હટાવીને હવે સરકારે કાયમી કુલપતિની નિમણૂક કરી છે. સરકારે ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.ઉત્પલ જોશીની નિમણૂક આ પદ પર કરી છે. છેલ્લા કાયમી કુલપતિ નીતિન પેથાણીનો કાર્યકાળ ફેબ્રુઆરી 2022માં સમાપ્ત થયો ત્યારથી કાર્યકારી કુલપતિની નિમણૂકની માંગ હતી.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની થશે કાયાપલટ : આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગેસ્ટ હાઉસ અને ભવનોનું થશે રીનોવેશન
કાયમી કુલપતિ બન્યા ડો.ઉત્પલ જોશી
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકારે પરિપત્ર કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.ઉત્પલ જોશીની નિમણૂક કરી છે. હાલ યુનિવર્સિટીના કુલપતિ પદે ડૉ. કમલ ડોડીયાને ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પદ પર ફરજ બજાવે છે.
કાયમી કુલપતિની લાંબા સમયથી માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની જાહેરાત થાય તેવી ઘણા લાંબા સમયથી માંગ હતી પરંતુ સરકાર સતત કાર્યકારી કુલપતિની નિમણૂક કરી રહી હતી. ઓકટોબર 2023માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીભ ભીમાણીને હતવાઈને તેના સ્થાને નીલાંબરી દવેની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ જુલાઇ 2024માં નીલાંબરી દવેને પદ પરથી હટાવીને ડૉ. કમલસિંહ ડોડીયાને ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પદનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
નીતિન પેથાણી નિવૃત થયા બાદ ઇન્ચાર્જ VC
વર્ષ 2022માં કાયમી કુલપતિ પદેથી નીતિન પેથાણી નિવૃત થયા ત્યારથી રાજ્ય સરકારે સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી માટે કાયમી કુલપતિની નિમણૂક કરી નહોતી. જુલાઇમાં પ્રોફેસર કમલસિંહ ડોડિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો હતો. છેલ્લા કાયમી કુલપતિ નીતિન પેથાણીનો કાર્યકાળ ફેબ્રુઆરી 2022 માં સમાપ્ત થયો ત્યારથી યુનિવર્સિટીનું સંચાલન ઇન્ચાર્જ વાઇસ-ચાન્સેલર દ્વારા કરવામાં આવતું હતું.