નેશનલ

ક્રિસ્ટોફર ન્યૂઝિલેન્ડના નવા વડા પ્રધાન

ઓકલેન્ડ: ભૂતપૂર્વ ઉદ્યોગપતિ ક્રિસ્ટોફર લક્સન શનિવારે નિર્ણાયક ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ન્યૂઝિલેન્ડના આગામી વડા પ્રધાન બનશે. જેસિન્ડા આર્ડર્નના વડપણ હેઠળની ઉદાર સરકારના છ વર્ષ પછી પરિવર્તન માટે લોકોએ મત આપ્યા હતા. આર્ડર્ને
જાન્યુઆરીમાં ઓચિંતું વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે નોકરીને ન્યાય આપવા માટે તેમની પાસે હવે ‘ટાંકીમાં પૂરતું’ નથી. તેણીએ છેલ્લી ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવી હતી. પરંતુ તેણીની લોકપ્રિયતા ઓછી થઇ હતી. કારણ કે લોકો કોવિડ-૧૯ના પ્રતિબંધોથી કંટાળી ગયા હતા અને ફુગાવાને લીધે અર્થતંત્ર પર સંકટ તોળાઇ રહ્યું હતું. તેણીના રાજીનામા બાદ હિપક્ધિસ કામચલાઉ વડા પ્રધાન બન્યા હતા. તેમણે અગાઉ શિક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી.

બે તૃતીયાંશથી વધુ મતોની ગણતરી સાથે લક્સનની નેશનલ પાર્ટી પાસે લગભગ ૪૦ ટકા મત હતા. ન્યુઝિલેન્ડની પ્રમાણસર મતદાન પ્રણાલી હેઠળ લક્સન મુક્તવાદી એસીટી પાર્ટી સાથે જોડાણ કરે તેવી અપેક્ષા હતી. દરમિયાન હિપક્ધિસ જે લેબર પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે તે માત્ર ૨૫ ટકાથી થોડા વધુ મેળવતા હતા. જે આર્ડર્ન હેઠળની છેલ્લી ચૂંટણીમાં મળેલા લગભગ અડધા ટકા હતા.

લક્સન રાજકારણમાં પ્રમાણમાં નવો છે, પરંતુ રાજકીય નિરીક્ષકોના જણાવ્યા અનુસાર ટેલિવિઝન ચર્ચાઓ દરમિયાન વધુ અનુભવી હિપક્ધિસ સામે પોતાનો પક્ષ રાખ્યો હતો. પરંતુ લક્સને કેટલીક ગફલત પણ કરી છે. જેમ કે જ્યારે તેને વનન્યૂઝની ચર્ચામાં પૂછવામાં આવ્યું કે, તે દર અઠવાડીયે ખોરાક પર કેટલો ખર્ચ કરે છે? તેના લગભગ ૬૦ રૂપિયા (૩૬ અમેરિકન ડોલર)ના જવાબની સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવવામાં આવી હતી. કારણ કે તે જીવનનિર્વાહના ખર્ચથી ખરી રીતે વાકેફ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button