બચ્ચન અને ઐશ્વર્યાની આ ફિલ્મ દર્શકો માટે બની ગઈ હતી માથાનો દુઃખાવો
અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય અત્યારે તો સાસરા-વહુની ભૂમિકામાં છે અને તેમની આ ભૂમિકાઓ હાલમાં ટોક ઓફ ધ ટાઉન છે. એક સમયે બીગ બી એશની સસરા-વહુની જોડીના પણ વખાણ થતા અને બન્ને વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ હોવાના ઘણાએ દાખલા છે.
ખેર, જે હોય તે ઘર ઘર કી કહાનીમાંથી બચ્ચન પરિવાર પણ બાકાત નથી પણ આપણે એક એવી ફિલ્મની વાત કરવાની છે જેમાં બચ્ચન અને એશ બન્ને હતા અને હજુ બે હીરો હતા પણ ફિલ્મ સુપરફ્લોપ જ નહીં માથાનો દુઃખાવો સાબિત થઈ હતી.
આ ફિલ્મ યાદ કરવા તમારે મગજને કસરત કરાવવી પડશે કારણ કે તે સદનસીબે તમે જોઈ નહીં હોય. તો સાંભળો આ ફિલ્મનું નામ છે હમ કિસી સે કમ નહીં (hum kisi se kam nahi). જોઈ છે? જો ના જોઈ હોય તો તમે તો બચી ગયા પણ જેમણે જોઈ છે તેમણે ઘરે જઈને હેડમસાજ લેવો પડ્યાનું યાદ હશે.
આપણ વાંચો: Amitabh Bachchanએ વર્ષો બાદ ખોલ્યું બચ્ચન પરિવારનું સિક્રેટ…
આ ફિલ્મ 2 કલાક 41 મિનિટ લાંબી છે. આ ફિલ્મમાં ગેંગસ્ટર મુન્નાભાઈ (સંજય દત્ત), કોમલ (ઐશ્વર્યા રાય), કોમલના ભાઈ ડોક્ટર રસ્તોગી (અમિતાભ બચ્ચન) અને પ્રેમી રાજા (અજય દેવગણ) જોવા મળે છે. આ મલ્ટિસ્ટારર ફિલ્મ સુપરફ્લોપ સાબિત થઈ હતી.
આ ફિલ્મ માટે મેકર્સની પહેલી પસંદ કરિશ્મા કપૂર રહી હતી. ડેવિડ ધવન પહેલા આ ફિલ્મ બનાવવાની જવાબદારી મહેશ માંજરેકરે સંભાળી હતી, પરંતુ તેમના ઇનકાર બાદ ડેવિડ ધવને ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી. આ ફિલ્મને IMDb પર પણ સારું રેટિંગ મળ્યું નથી. આ ફિલ્મ ઓટીટી પર પણ છે.
શું છે ફિલ્મની સ્ટોરી
ફિલ્મની સ્ટોરી એ છે કે ગેંગસ્ટર મુન્નાભાઈ કોમલના પ્રેમમાં પડે છે. પરંતુ, કોમલ રાજા સાથે પ્રેમમાં હોય છે. કોમલનો એક ભાઈ પણ હોય છે, ડૉ. રસ્તોગી. હવે, એક બાજુ મુન્નાભાઈએ કોમલના ભાઈને પોતાના લગ્ન કોમલ સાથે કરાવવા માટે મનાવવાના છે અને બીજી બાજુ તેને રાજાનું પત્તુ કાપવાનું છે. ફિલ્મની આખી સ્ટોરી આની આસપાસ ફરે છે. પરંતુ, મુન્નાભાઈનો આ સંઘર્ષ દર્શકોને બિલકુલ પસંદ ન આવ્યો અને ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફ્લોપ ગઈ હતી.
બચ્ચન-બહુની આ જોડી પણ લોકોને ન ગમી
બીગ બી અને એશની આ એક માત્ર ફિલ્મ નથી. બન્નેની જોડીએ મહોબ્બતેં જેવી હીટ ફિલ્મ પણ આપી છે. આ ફિલ્મમાં તેઓ બાપ-દીકરીના રોલમાં છે, પરંતુ લોકોને અમિતાભની બહેન તરીકે એશબેબીને જોવી ગમી ન હતી. આવી જ રીતે શાહરૂખ અને એશની ભાઈબહેનની જોડી પણ ફ્લોપ ગઈ હતી. જોશ ફિલ્મમાં એસઆરકેની હીરોઈન પ્રિયા ગીલ હતી અને એશ સામે ચંદ્રચૂડ સિંહ હતો. ફિલ્મના ગીતો લોકોને પસંદ પડ્યા હતા, પરંતુ ફિલ્મ જોઈ તેમના ચાહકો નિરાશ થયા હતા. આથી જ ફિલ્મમાં કાસ્ટિંગ મહત્વનું હોય છે. અમુક જોડી સુપરહીટ સાબિત થાય છે જ્યારે અમુક જોડી લોકોને ગમતી નથી.