મંગળ કરશે ગુરુના નક્ષત્રમાં પ્રવેશ, ત્રણ રાશિના જાતકોની લાગશે લોટરી, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે, જેમ સૂર્યને ગ્રહોના રાજા તો બુધને સૌથી નાનો હોવાને કારણે ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે, મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મંગળના ગોચરની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. 2025માં મંગળ નક્ષત્ર પરિવર્તન કરશે, અને સારી અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. ચાલો જોઈએ મંગળ ક્યારે નક્ષત્ર પરિવર્તન કરશે અને એની કઈ રાશિ પર અસર થશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ બાદ એટલે કે 12મી જાન્યુઆરીના રવિવારે રાતે 11.52 કલાકે મંગળ દેવગુરુ ગુરુના નક્ષત્ર એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે. મંગળના આ નક્ષત્ર પરિવર્તનને કારણે અમુક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે, દરેક કામમાં સફળતા મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભ રાશિના જાતકો માટે મંગળનું થઈ રહેલું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. આ રાશિના વેપાર કરી રહેલાં લોકોને વેપારમાં પ્રગતિ થશે. નોકરીમાં પ્રમોશન-પગારવધારો વગેરે મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નવી નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. ધનલાભ થશે.
સિંહ રાશિના જાતકો માટે મંગળનું થઈ રહેલું નક્ષત્ર પરિવર્તન શુભ પરિણામો લઈને આવશે. આ રાશિના જાતકોની સમાજસેવાના કામમાં રૂચિ વધશે. કોઈ જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવશો. વેપારમાં નફો મળવાની શક્યતા છે. જો લાંબા સમયથી કોઈ કામ અટકી પડેલું હતું તો તે પણ પૂરું થશે. મનમાં ઉત્સાહની ભાવના રહેશે. પૈસા સંબંધિત કોઈ કામ પૂરા થતા ખુશીનો પાર નહીં રહે.
ધન રાશિના જાતકો માટે આ સમયે નવા નવા પરિવર્તનો આવશે. નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો એકદમ અનુકૂળ સમય છે. નવા વાહનની ખરીદી કરી શકો છો. પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. પાર્ટનર સાથેના સંબંધો મજબૂત થશે. કામના વખાણ થશે. કામના સ્થળે સહકર્મચારીઓના સાથ-સહકાર મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે.