Divorceની અફવાઓ પર આવ્યું Dhanshree Vermaનું રિએક્શન, કહ્યું હું અત્યારે તો…
હાલમાં ટીમ ઈન્ડિયાના ખિલાડી યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને તેની ડાન્સર વાઈફ ધનશ્રી વર્મા (Dhanshree Verma) ડિવોર્સની અફવાને કારણે સખત લાઈમલાઈટમાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ક્યારેક ધનશ્રીના મિસ્ટ્રી મેન સાથેના ફોટો તો ક્યારેક ચહલના મિસ્ટ્રી ગર્લ સાથેના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે હવે ડિવોર્સની વાતોને લઈને ધનશ્રીએ અત્યાર સુધી સેવેલું મૌન તોડ્યું છે, અને સ્ટેટેમેન્ટ આપ્યું છે. આવો જોઈએ શું કહ્યું ધનશ્રીએ-
આ પણ વાંચો: ધનશ્રી વર્મા સાથે જોવા મળેલો મિસ્ટ્રીમેન કોણ છેઃ તમારું મગજ ચલાવો તે પહેલા આ જાણી લો
ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના ડિવોર્સની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે અને એક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે કપલ ગમે ત્યારે ઓફિશિયલી ડિવોર્સની એનાઉન્સમેન્ટ કરી શકે છે. આ બધી ધાંધલી વચ્ચે ધનશ્રીનું નામ ક્યારેય પ્રતિક ઉત્તેકર સાથે તો ક્યારેક ટીમ ઈન્ડિયાના જ ખેલાડી શ્રેયસ અય્યર સાથે પણ જોડાઈ રહ્યું છે.
જોકે, અત્યાર સુધી ધનશ્રી કે ચહલે આ બાબતે કોઈ પણ સ્ટેટમેન્ટ નહોતું, પણ હવે ધનશ્રીએ હવે આ બાબતે અત્યાર સુધી સેવી રાખેલું મૌન તોડ્યું છે. ધનશ્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યું છે કે છેલ્લાં કેટલાક દિવસ તેના અને તેના પરિવાર માટે ખૂબ જ કપરાં રહ્યા છે.
આ પણ વાંચો: યુઝવેન્દ્ર કા દર્દ ક્યું ખતમ નહીં હો રહા…., હવે ધનશ્રીનો મસાજ કરાવતો વીડિયો થયો વાયરલ
ધનશ્રીએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે કોઈ પણ ફેક્ટ્સને ચેક કર્યા વિના તેના કેરેક્ટર વિશે એલફેલ વાતો લખાઈ રહી છે, કહેવાઈ રહી છે. ટ્રોલર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહી છે. મેં વર્ષો સુધી મહેનત કરીને નામ અને ઈજ્જત બંને કમાવી છે. ધનશ્રીનું માનવું છે કે સોશિયલ મીડિયા પર નેગેટિવિટી ખૂબ જ સરળતાથી ફેલાઈ જાય છે. પણ હું અત્યારે મારી સચ્ચાઈ પર ફોકસ કરી રહી છું. સસ્ચાઈ કોઈ પણ પ્રકારના જસ્ટિફિકેશન વિના ઊભી રહે છે. મારા મૌનને મારી નબળાઈ ના સમજશો, એ મારી તાકાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે એકબીજાને સોશિયલ મીડિયા પરથી અનફોલો કરી દીધા છે અને ચહલે તો પોતાના એકાઉન્ટ પરથી લગ્નના તમામ ફોટો ડિલીટ કરી નાખ્યા છે. જેને પગલે બંનેના ડિવોર્સની અટકળો તેજ બની રહી છે.