‘વિરાટ માટે હું ટીમ મેનેજમેન્ટ સાથે લડવા તૈયાર…’ આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વિરાટનો બચાવ કર્યો
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ ખુબ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહે છે. ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતને 3-0 હાર મળી ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પણ ટીમે ચાહકોને નિરાશ કર્યા. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમને 1-3 થી હાર મળી. ભારતીય ખેલાડીઓની ટીકા કરવામાં આવી રહી છે. ખાસ કરીને ટીમના બેસ સૌથી સિનીયર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma)આકરી ટીકાનો સામનો કરી રહ્યા છે. બંનેને રીયામેન્ટ લેવા લેવાની સલાહ મળવા લાગી. એવામાં ઓસ્ટ્રેલીયન ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે (Michael Clarke) વિરાટનો બચાવ કર્યો છે.
આ પણ વાંચો: ક્રિકેટ ચાહકો માટે ખુશ ખબર; મોહમ્મદ શમી આ સિરીઝથી ટીમમાં જોડાઈ શકે છે
વીરતા બેવડી સદી ફટકારી શકે છે:
માઈકલ ક્લાર્કે કહ્યું કે જો તે કેપ્ટન હોત તો કોહલીને બચાવવા માટે ટીમ મેનેજમેન્ટ સાથે લડી શકું. માઈકલ ક્લાર્કે એક પોડકાસ્ટમાં કહ્યું, ‘એ વાત સાચી છે કે વિરાટ પાછલી કેટલીક મેચોમાં અપેક્ષા મુજબ વધુ રન બનાવી શક્યો ન નથી, પણ આ ખેલાડીમાં અદ્ભુત પ્રતિભા છે. તે વિરાટ કોહલી છે, આ ખેલાડી આવતી કાલે બેવડી સદી ફટકારી પણ શકે છે.’
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 મેચમાં ફક્ત 190 રન બનાવ્યા હતાં. સિરીઝની પહેલી મેચમાં તેણે સદી ફટકારી હતી, પરંતુ તે પછી વિરાટ એક જ જેવી ભૂલ કરીને સસ્તામાં આઉટ થતો રહ્યો.
ભારતને નુકશાન થશે:
વિરાટના ખરાબ પ્રદર્શન છતાં, માઈકલ ક્લાર્કે કહ્યું, ‘જો હું એવી કોઈ ટીમનો કેપ્ટન હોત જેમાં વિરાટ કોહલી હોત, તો હું તેને મારી સાથે રાખવા માટે પુરતી લડત આપું. ભલે વિરાટ જોઈએ એટલા રન ન બનાવી શક્યો હોય.”
માઈકલ ક્લાર્કે આગળ કહ્યું, ‘વિરાટ એક મહાન ખેલાડી છે, તેને આગળ રમવું જોઈએ. જો તે હવે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, તો ફક્ત એક જ ટીમને નુકસાન થશે અને તે છે ભારત.”