Isha Ambani નહીં પણ અંબાણી પરિવારની આ મહિલા છે Mukesh Ambaniનું લકી ચાર્મ…
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) તેમની લક્ઝુરિયલ લાઈફસ્ટાઈલને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે.
પરંતુ શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આખરે મુકેશ અંબાણી દિન દોગુની અને રાત ચૌગુની સફળતા અને અમીરીનું સિક્રટ શું છે? મુકેશ અંબાણીનું સિક્રેટ લકી ચાર્મ દીકરી ઈશા અંબાણી નહીં પણ નીતા અંબાણી છે. નીતા અંબાણીને જ કારણે જ મુકેશ અંબાણી સફળતાના આસમાનમાં ઊંચી ઊંચી ઉડાનો ભરી રહ્યા છે. ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
અંબાણી પરિવાર ખૂબ જ આસ્થાળુ, ભાગ્ય તેમ જ જ્યોતિષીમાં માનનારા લોકો છે અને તેઓ અવારનવાર મંદિરોની મુલાકાત પણ લેતા હોય છે. મુકેશ અંબાણીની સક્સેસ અને અમીરીનું કારણ નીતા અંબાણીની કુંડળી છે. નીતા અંબાણીની કુંડળી ખૂબ જ પાવરફૂલ છે અને મુકેશ અંબાણીની સફળતામાં તેનો મોટો ફાળો છે.
આપણ વાંચો: પાકિસ્તાનમાં 2024માં મુકેશ અંબાણી વિશે શું સૌથી વધુ સર્ચ થયું? જાણો વિગત
આ વિશે વાત કરતાં મુંબઈના એક જાણીતા જ્યોતિષીએ જણાવ્યું હતું કે નીતા અંબાણીની કુંડળી પર નજર કરીએ તો તેમનો જન્મ પહેલી નવેમ્બર, 1963માં થયો હતો. આ સિવાય તેમની જન્મ રાશિ મેષ છે અને નક્ષત્ર અશ્વિની છે.
ખાસ વાત તો એ છે કે ડેથ ઓફ બર્થથી લઈને રાશિ અને નક્ષત્ર બધાનો અંક એક છે. પહેલી તારીખે જન્મેલા નીતા અંબાણીનો મૂળાંક ક છે. જ્યારે મેષ પણ રાશિ પણ રાશિચક્રમાં પહેલા નંબરે આવે છે અને અશ્વિની નક્ષત્ર પણ 27 નક્ષત્રમાં પહેલું નક્ષત્ર છે. આ જોતા નીતા અંબાણીની કુંડળીમાં નંબર એકનો વધારે પ્રભાવ જોવા મળે છે.
ગ્રહોમાં સૂર્યદેવને નંબર વન છે અને આ જ કારણ છે કે નીતા અંબાણી પર સૂર્યદેવની વિશેષ કૃપા રહે છે. એવું કહેવાય છે કે જેમના પર પણ સૂર્યની શુભ દ્રષ્ટિ હોય છે એવા લોકો જીવનમાં પોતાની એક અલગ ઓળખ બનાવે છે. આ શુભ સંયોગને કારણે જ નીતા અંબાણી પતિ મુકેશ અંબાણી માટે લકી ચાર્મ છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જેમની કુંડળીમાં આવો સંયોગ બને છે તેઓ ખૂબ જ પૈસા અને નામ કમાવે છે.
આપણ વાંચો: Viral Video: નણંદ Ishaને જોતા સસરા મુકેશ અંબાણી સામે જ Radhika Merchantએ કર્યું કંઈક એવું કે…
જ્યોતિષીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈની જન્મતારીખ 1, રાશિ મેશ અને નક્ષત્ર અશ્વિન હોય તો એવા લોકો કિસ્મતના ખૂબ જ બળવાન હોય છે. આ લોકો કોઈ પણ કામ ખૂબ જ ઈમાનદારીથી કરે છે અને તેમને સફળતા અચૂક મળે છે. નીતા અંબાણીને જોઈને તો આ વાત કોઈ પણ કહી શકે છે. આવા લોકો પર મા લક્ષ્મીની કૃપા બની રહી છે અને એને કારણે તેમને ક્યારેય આર્થિક તંગીનો સામનો નથી કરવો પડતો.
તો છે ને નીતા અંબાણી મુકેશ અંબાણી માટે લકી ચાર્મ? નીતા અંબાણીનું ભાગ્ય અને મુકેશ અંબાણીની મહેનતના બદૌલત અંબાણી પરિવારનો દબદબો આજે ભારત જ નહીં પણ દેશ-દુનિયા પર જોવા મળી રહ્યો છે.