કુમાર સાનુની એક્સ ગર્લફ્રેન્ડના ઈન્ટવ્યુએ મચાવ્યો હંગામોઃ સિંગર સ્યૂસાઈડ કરવા માગતો હતો?
90ના દશકના બેસ્ટ સિંગર કુમાર સાનુના એક્સ્ટ્રા મેરિટલ અફેરને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે. કુમાર સાનુ (Kumar Sanu)એ બે વાર લગ્ન કર્યા છે અને તેનું એક અભિનેત્રી સાથે અફેર પણ હતું. અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી સાથે તેના સંબંધોની ચર્ચા પણ ખૂબ થી હતી. પરંતુ કુમાર સાનુ અભિનેત્રી કુનિકા સદાનંદ સાથે પણ સંબંધમાં હતો. કુમાર સાનુ અને કુનિકા સનાનંદ 5 વર્ષથી રિલેશનશિપમાં હતા . હવે ફરી તેમના સંબંધો ચર્ચામાં આવ્યા છે અને તેનું કારણ કુનિકાએ આપેલો એક ઈન્ટરવ્યુ છે. તાજેતરમાં જ પોતાના ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ આ વિશે વાત કરી હતી. તેમે વાતવાતમાં કુમાર સાનુએ એકવાર જવીન ટૂંકાવી નાખવાનો વિચાર કર્યાનો ઉલ્લેખ પણ છે.
એક ઈન્ટરવ્યુમાં કુનિકાએ (kunickaa) જણાવ્યું હતું કે જ્યારે તે તેની કારકિર્દીની શરૂઆતમાં સંઘર્ષ કરતી હતી ત્યારે તેની મુલાકાત કુમાર સાનુ સાથે થઈ હતી. તેને પહેલી જ મુલાકાતમાં જ કુમાર સાનુ ગમી ગયો હતો. અભિનેત્રીએ કહ્યું કે એકવાર તે ઊટીમાં શૂટિંગ કરી રહી હતી અને કુમાર સાનુ ત્યાં વેકેશન પર આવ્યો હતો.
કુનિકાએ કહ્યું કે તે સમયે કુમાર સાનુ અને તેની પત્ની રીટા વચ્ચેના સંબંધો સારા ન હતા ,તેથી તે બહેન અને ભત્રીજા સાથે ત્યાં આવ્યો હતો. એક દિવસ કુમાર સાનુએ બધા સાથે બેસીને દારૂ પીધો હતો અને આ પછી તે તે રડવા લાગ્યો અને હોટલની બારીમાંથી કૂદવા માંગતો હતો. તે ખૂબ જ નિરાશ હતો. તે જીવન ટૂંકાવવાના વિચાર કરતો હતો. અમે તેને સમજાવ્યો અને શાંત પાડ્યો. તે અમારા વચ્ચેની મિત્રતાની શરૂઆત હતી.
કુનિકાએ વધુમાં જણાવ્યું કે વેકેશનથી પરત ફર્યા પછી કુમાર સાનુ તેની પત્નીથી અલગ રહેવા લાગ્યો અને અમારા સંબંધો આગળ વધ્યા. અમારા સંબંધ 5 વર્ષ સુધી ચાલ્યા, અમે પતિ-પત્નીની જેમ રહ્યા, પરંતુ અમારા સંબંધો અમે જાહેર ન કર્યા.
કુમાર સાનુની પત્ની વિફરાઈ અને …
જોકે પત્નીને ખબર ન પડે તેમ ન બને. આ સમય દરમિયાન તે દરમિયાન, કુમાર સાનુની (kumar sanu) પત્ની કુમાર સાનુથી ખૂબ જ નારાજ હતી, જ્યારે કુમાર તેને પોતાના બાળકોની દેખરેખ રાખવા માટે સમયસર પૈસા આપતો નહતો .કુનિકાએ કહ્યું કે તેની પત્નીએ મારી કારને હોકી સ્ટિકથી તોડી નાખી. તે મારા ઘરની બહાર આવીને બૂમ બરાડા પાડતી હતી, પણ હું તેને સમજી શક્તી હતી. તે તેના બાળકો માટે પૈસા માંગતી હતી, તે ખોટી ન હતી.
આ પણ વાંચો…Sheyas Iyer નહીં આ વ્યક્તિ છે Dhanshree Verma-Yuzvendra Chahalના ડિવોર્સનું કારણ…
તમને જણાવી દઈએ કે કુમાર અને કુનિકાનો સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો પરંતુ પછી કોઈ કારણસર તેઓ અલગ થઈ ગયા. આ પછી કુમાર સાનુએ તેની સલોની સાથે લગ્ન કર્યા અને હવે તેને બે દિકરીઓ છે.