સ્પોર્ટસ

ન્યૂ ઝીલૅન્ડના આ ટોચના બેટ્સમૅને અચાનક કરી નિવૃત્તિની જાહેરાત

હૅમિલ્ટન: ન્યૂ ઝીલૅન્ડના આક્રમક ઓપનર માર્ટિન ગપ્ટિલ (38)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેની 14 વર્ષની શાનદાર કારકિર્દીનો અંત આવ્યો છે. ગપ્ટિલે ન્યૂ ઝીલૅન્ડ માટે 198 ODI, 122 T20 અને 47 ટેસ્ટ રમીને ત્રણેય ફોર્મેટમાં કુલ 23 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. તે છેલ્લે ઑક્ટોબર 2022માં ન્યૂ ઝીલૅન્ડ વતી રમ્યો હતો. જોકે, ગપ્ટિલ વિશ્વભરની T20 લીગમાં રમવાનું ચાલુ રાખશે. તેણે 122 મૅચમાં 3,531 રન સાથે ન્યૂ ઝીલૅન્ડની ટીમના અગ્રણી T20 રન-સ્કોરર તરીકે આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવી દીધો છે.(ટી-20 ક્રિકેટમાં તે ન્યૂ ઝીલૅન્ડનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે) તેણે વન-ડેમાં 7,346 રન બનાવ્યા હતા. રૉસ ટેલર અને સ્ટીફન ફ્લેમિંગ બાદ વન-ડેમાં તે ત્રીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમૅન છે.

Martin Guptill retirement announcement

Also read: ઑસ્ટ્રેલિયાએ છેલ્લા બૉલે ન્યૂ ઝીલૅન્ડના હાથમાંથી વિજય ઝૂંટવી લીધો

 Martin Guptill retirement announcement

ગપ્ટિલે કહ્યું હતું કે, ‘નાના બાળક તરીકે ન્યૂ ઝીલૅન્ડ માટે રમવું હંમેશા મારું સપનું હતું અને હું મારા દેશ માટે 367 મૅચ રમીને અવિશ્વસનીય રીતે ભાગ્યશાળી અને ગર્વ અનુભવું છું. અદ્ભુત લોકો સાથે સિલ્વર ફર્ન પહેરીને મેં બનાવેલી યાદોને હું હંમેશા યાદ રાખીશ. હું મારા તમામ સાથી ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કહેવા માંગુ છું.’ ગપ્ટિલે 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને વન-ડેમાં બેવડી સદી ફટકારનાર ન્યૂ ઝીલૅન્ડનો પ્રથમ બેટ્સમૅન બન્યો હતો. તેણે વેલિંગ્ટન સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે 2015 વન-ડે વર્લ્ડ કપ ક્વૉર્ટર ફાઇનલમાં અણનમ 237 રન બનાવ્યા હતા. તેની પાસે ન્યૂ ઝીલૅન્ડના ટોચના ચાર વ્યક્તિગત વન-ડે સ્કોરમાંથી ત્રણનો રેકોર્ડ પણ છે. આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન 1,385 ચોક્કા અને 383 છગ્ગા મારવા ઉપરાંત, ગપ્ટિલે મૅન્ચેસ્ટરમાં 2019 વર્લ્ડ કપમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડની સેમિફાઇનલ જીત દરમિયાન એમએસ ધોનીને શાનદાર રીતે રનઆઉટ કર્યો હતો જેને માટે તેને આજે પણ યાદ કરવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button