પુરુષ

યે તેરા ઘર, યે મેરા ઘર….

કૌશિક મહેતા

ડિયર હની, આપણા બિલ્ડિંગના ચોકીદાર દાદા શિયાળાની ઠંડીથી બચવા ખુરશી નાખી તડકો ખાતા હતા. હું બહાર જતો હતો ત્યાં એમને શું સૂઝ્યું કે, મને પાસે બોલાવી કહે: ‘ભાઈ, તમારી હથેળીમાં ચોકડી છે અને તમારે ચાર ઘર થશે!’ એમની વાતથી હું હેબતાઈ ગયો અને હસતાં હસતાં કહ્યું કે, ‘દાદા, એક ઘર ચલાવવામાં પરસેવો વળી જાય છે ને તમે ચાર ઘરની વાત કરો છો?’ દાદા સમજી ગયા. કહે: ‘એમ ચાર ઘર નહિ, પણ તમારા નસીબમાં ચાર મકાન લખેલાં છે!’

આવું કોઈ કહે તો મન રાજી જ થાય, કારણ કે આજે માણસને એક ઘર કરવું નસીબ નથી હોતું. ભાડાના મકાનમાં માણસ જન્મે છે ને ભાડાના મકાનમાં મરી જાય છે. આવા લોકો બહુમતીમાં છે, પણ એ કોઈ વોટ બૅન્ક નથી એટલે એમને સરકારી સ્કીમમાં પણ મકાન જોતું હોય તો ઘણી બધી રાહ જોવી પડે છે. ગરીબ માણસ ઝૂંપડામાં રહેતો હોય અને સામે મોટું બિલ્ડિંગ હોય તો શું વિચારતો હોય એ સમજી શકાય છે. ઘર બહુ જરૂરી હોય છે. માણસ ઘર બનાવવા શું નથી કરતો? એ તનતોડ મહેનત કરે છે. લોનના હપ્તા ભરવાની ત્રેવડ થાય એટલે એ શોધ શરૂ કરે છે. મને બરાબર યાદ છે અને તને પણ યાદ હશે કે, આપણે જે ફ્લૅટ ખરીદ્યો એ પહેલાં કેટકેટલાં ઘર જોયાં હતાં. નોકરીના કારણે રવિવાર સિવાય ઘરની શોધખોળ શક્ય નહોતી, મને એય યાદ છે કે, તું શનિ રવિનાં અખબારોમાં ટચુકડી જાહેરાત બરાબર વાંચતી અને એમાં આપણા લાયક કોઈ ઘર કે ફ્લૅટ હોય તો એની સામે રાઈટની નિશાની કરતી અથવા તો ગોળ મીંડું કરી રાખતી અને રવિવારે સવારે એમાંથી એક પછી એક સ્થળે જઈ હું જોતો કે, આપણને ફાવે એવું છે કઈ? આપણા બજેટમાં બેસે એવું છે કે કેમ? આ રીતે ઘણા સમય સુધી શોધખોળ કરી હતી અને પછી આજે જેમાં રહીએ છીએ એ ફ્લૅટનો મેળ પડ્યો હતો. લોન તો મળી જાય એમ હતી, પણ સવાલ રોકડાનો હતો. આપણે ત્યાં ત્યારે 100 ટકા દસ્તાવેજ તો થતા નહોતા. એટલે રોકડાનો સવાલ હતો. ઉપરનું પેમેન્ટ ક્યાંથી કરવું? કોની પાસે પૈસા માગવા? આ પ્રશ્ન બહુ અણિયાળો બની ગયો હતો. આપણે બંનેએ એક રાતે એક લિસ્ટ બનાવ્યું હતું કે, કોની કોની પાસે પૈસા માગી શકાય અને પછી એ રીતે કેટલાક મિત્રો પાસે મેં વિનંતી કરેલી અને એમાંથી ચારેક મિત્રોએ મદદ કરેલી. પછી ફ્લૅટનો દસ્તાવેજ શક્ય બન્યો હતો, પણ એ પૈસા જ્યાં સુધી ના ચૂક્વાયા ત્યાં સુધી રાતે ઊંઘ આવી નહોતી. મારા માટે આ પહેલો પ્રસંગ હતો કે, કોઈ પાસે પૈસા લીધા હતા.

-અને એ પછી ઘરમાં શું શું હોવું જોઈએ અને એ આપણા બજેટમાં કેમ બેસે એની માથાકૂટ થઈ હતી. ધીરે ધીરે ચીજો વસાવી અને ફ્લૅટ ઘર બની ગયો. ત્યારે આપણે બંનેએ સાથે સાથે જાવેદ અખ્તરે લખેલું પેલું ગીત કેટલીવાર ગયું હતું: યે તેરા ઘર, યે મેરા ઘર / કિસે હો દેખના અગર તો પહેલે આ કે માંગ લે / તેરી નઝર મેરી નઝર / યે ઘર બહોત હસીન હૈ … જ્યારે કોઈને ઘર માટે મહેનત કરતાં જોઈએ ત્યારે આપણને આપણો સંઘર્ષ યાદ આવે છે. કોઈ ઝૂંપડામાં રહેતા કે ફૂટપાથ પર સૂઈ જતા લોકોને જોઈએ ત્યારે નિસાસો નીકળી જાય છે. આપણા એક મિત્રએ તો અદ્ભુત પ્રયોગ કરેલો. એ ત્રણ-ચાર લોકોએ એક પુલની ફૂટપાથ પર એક રાત વિતાવવાનું નક્કી કર્યું હતું. એ બધા એવો એહસાસ મેળવવા માગતા હતા કે, આ રીતે રહેતા લોકોનો અનુભવ કેવો હોય છે. ઘર ના હોવું એ એકમાત્ર આર્થિક સમસ્યા જ નથી. એની સાથે ઘણી બધી બાબત જોડાયેલી હોય છે અને ઘર હોવા છતાં ઘરથી જે વિખૂટા પડતા હોય છે એમની વેદના તો બહુ ઘેરી હોય છે. આખો દિવસ માણસ કામકાજ માટે ભટકતો રહે, પણ સાંજે એને ઘર યાદ આવી જાય છે. કફીલ આજર અમરોહવીનો એક શેર છે…

ઈલઇંત અર્ળૈઈંળૂ નૂ ઈટફ ઘળણજ્ઞ ઇંળજ્ઞ ઘિ ખળવટળ વે યળન વળજ્ઞટિ વે ટળજ્ઞ ઊંફ ઘળણજ્ઞ ઇંળજ્ઞ ઘિ ખળવટળ વે ઘરની વ્યાખ્યા તો કેમ થઈ શકે, પણ કવિ નિરંજન ભગતે જે વ્યાખ્યા કરી છે એ મને બહુ ગમે છે. અંતમાં એ જ લખું, વાંચજે… ઘર તમે કોને કહો છો? જ્યાં ટપાલી પત્ર લાવે, શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે, જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો તેને તમે શું ઘર કહો છો? તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં, ભાર-ટોપીનોય-માથેથી ઉતારીને, અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો; જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી? તે ઘર તમે કોને કહો છો?
તારો બન્ની

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button