સ્પોર્ટસ

ક્રિકેટ ચાહકો માટે ખુશ ખબર; મોહમ્મદ શમી આ સિરીઝથી ટીમમાં જોડાઈ શકે છે

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સિનીયર પેસ બોલર મોહમ્મદ શમી ODI વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા નથી દેખાયો, જેનું કારણ છે તેના પંગની ઘૂંટીમાં થયેલી ઈજા અને ત્યાર બાદ થયેલી સર્જરી. અહેવાલો મુજબ હવે શમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કરવા (Mohammed Shami come back) તૈયાર છે, ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનાર T20 અને ODI સિરીઝમાં શમીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, જે શમીના ચાહકો અને ટીમ ઇન્ડિયા માટે આનંદ વાત છે, જો કે આ અંગે હજુ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ચાન્સ:
ક્રિકેટ ચાહકો લાંબા સમયથી મોહમ્મદ શમીને ફરી બોલિંગ કરતો જોવાની રાહ જોઈ રહ્યા છે. ICC ODI વર્લ્ડ કપ 2023 સમાપ્ત થયા પછી, તેણે સર્જરી કરાવી, પરંતુ તેની ફિટનેસ અંગેની સમસ્યા યથાવત રહી. હાલમાં જ ઓસ્ટ્રેલીયા સામે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં ભારતને તેની ખોટ વર્તાઈ હતી. પરંતુ હવે ભારતીય ચાહકોની રાહનો અંત આવી શકે છે, કારણ કે એવા અહેવાલો છે કે મોહમ્મદ શમી ઇંગ્લેન્ડ સામેની ODI કે T20 સિરીઝમાં ટીમમાં પરત ફરી શકે છે. શમી આ સિરીઝમાં સારું પ્રદર્શન કરશે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેને સ્થાન મળી શકે છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શન પર નજર:
હાલમાં, શમી વિજય હજારે ટ્રોફીમાં પશ્ચિમ બંગાળની ટીમ તરફથી રમી રહ્યો છે અને આજે ગુરુવારે હરિયાણા સામે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં રમતો જોવા મળશે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ ક્રિકેટ એકેડમી(NCA) ફિઝિયો અને ટ્રેનર તેમની સાથે છે. અહેવાલ મુજબ, BCCIના સિલેક્ટર્સ બરોડામાં વિજય હજારે ટ્રોફીની નોકઆઉટ મેચોમાં હાજર રહેશે અને તેઓ શમીના પ્રદર્શન પર નજર રાખશે.

Also read: મોહમ્મદ શમી `પરીક્ષા’માં પાસઃ ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવશે?

NCAની મંજુરીની રાહ:
અહેવાલ મુજબ શમી સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે, તે અગાઉની માફક જ બોલિંગ કરી રહ્યો છે, તેની બોલિંગ પર ઈજાની કોઈ ખાસ અસર દેખાઈ નથી રહી. તો પણ શમીને ભારતીય ક્રિકેટ ટીમમાં પાછા ફરવા માટે NCA તરફથી ગ્રીન સિગ્નલની જરૂર પડશે. શમી ઉપરાંત, ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ NCA ના ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરનાર બુમરાહને સિડનીમાં રમાયેલી અંતિમ ટેસ્ટ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી. શમીની જેમ, તેને પણ ટીમમાં પાછા ફરવા માટે NCA ની મંજૂરીની જરૂર પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button