લાડકી

શિયાળામાં કેવો કરશો મેકઅપ?

ફેશન પ્લસ -નીલોફર

દેશભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ઠંડીની રાહ તો આપણે સૌ કોઈ આતુરતાથી જોતા હોઈએ. સતત ગરમી અને બફારાથી છૂટકારો મળે એવી સૌની ઇચ્છા હોય છે. ઋતુ ગમે એ હોય, પરંતુ મહિલાઓ પોતાનો શણગાર અચુક કરી લે છે. મેકઅપ તો દરેક મહિલાની લાઇફસ્ટાઇલ બની ગઈ છે. શિયાળામાં ઠંડા અને શૂષ્ક પવનોને કારણે ચહેરા પર પરિવર્તન જોવા મળે છે.

પ્રાઇમરનો ઉપયોગ વધુ પડતી ઠંડી હોય તો ચહેરા પર ક્રેક્સ પડે છે. પ્રાઇમર વગર મેકઅપ કરીએ તો ચહેરા પર ક્રેક્સ વધુ દેખાઈ આવે છે. એથી પ્રાઇમરનો ઉપયોગ અચુક કરવો જોઈએ. એને ચહેરા પર લગાવીને હાથ વડે થપથપાવવું. એનાથી ચહેરાનો ટોન એક સમાન રહે છે.

ફાઉન્ડેશન
ફાઉન્ડેશન તો મેકઅપનો આધાર છે. હેવી ફાઉન્ડેશનનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ. ઓઇલી સ્કિન હોય તો એનાથી સ્કિન મુલાયમ લાગે છે. ફાઉન્ડેશન એવો હોવો જોઈએ જેમાં એસપીએફનો ગુણ હોય.

લિપબામ
ઠંડીને કારણે હોઠ ફાટે છે અને એથી સારી ક્વૉલિટીનો લિપબામ લગાવવો જોઈએ. ત્યારબાદ લિપ્સિટીક લગાવવી. એથી હોઠ ડ્રાય નથી દેખાતાં. તમે ગ્લોસી લિપ્સિટીક લગાવી શકો છો. ડાર્ક કલરની હોય તો ચહેરા પર એક અલગ જ નીખાર આવે છે. સાથે જ પિન્ક, મરુન અને બ્રાઉન કલર પણ સારો લાગે છે.

મોશ્ર્ચરાઇઝર
શિયાળામાં ચહેરાને સ્વચ્છ રાખવો જરૂરી છે. મેકઅપ કરતાં પહેલા ચહેરાની ડિપ ક્લિઝીંંગ કરવી જોઈએ. સારાં ફેસવૉશનો ઉપયોગ કરવો અને મોશ્ર્ચરાઇઝર લગાવવો. એનાથી ચહેરામાં નવી રંગત જોવા મળે છે. મેકઅપનો પણ સારો બેઝ બને છે. સાથે જ મેકઅપ પણ લાંબા સમય સુધી ટકી રહે છે.

મસાજ
ઠંડીને કારણે સ્કિન નિસ્તેજ અને ડ્રાય બની જાય છે. વધુ ઠંડી હોય તો હોઠ પણ સફેદ થઈ જાય છે. એવામાં ચહેરા પર મસાજ કરવાથી બ્લડ સર્કુલેશન વધે છે અને ત્વચા સામાન્ય બને છે.

આંખોનો મેકઅપ
આંખો પર હલકા મસ્કરા અને આઇલાઇનરનો ઉપયોગ કરવો. વૉટરપ્રૂફ મસ્કરા અને આઇલાઇનર જ વાપરવો. એનાથી આંખો પણ ચમકી ઉઠશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button