આમચી મુંબઈ

મુંબઈના મહાલક્ષ્મી મંદિર પર રહેશે ૬૦થી વધુ સીસીટીવી કૅમેરાની નજર

મુંબઈ: આવતીકાલથી શરૂ થઈ રહેલી નવરાત્રિ નિમિત્તે મુંબઈના મહાલક્ષ્મી મંદિર એકદમ સજ્જ છે અને ભાવિકોનો થનારી ભીડ અને સુરક્ષાવ્યવસ્થાને ધ્યાનમાં લઈને મંદિર પરિસરમાં કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મહાલક્ષ્મી મંદિર પરિસરમાં પણ સીસીટીવી કેમેરાની મદદથી વોચ રાખવામાં આવશે એવી માહિતી મળી રહી છે.

૧૫મી ઓક્ટોબરના મંદિરમાં સવારે ત્રણથી છ વાગ્યાની વચ્ચે ઘટસ્થાપના કરવામાં આવશે. ત્યાર બાદ ધાર્મિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. નવરાત્રિ નિમિત્તે મંદિરમાં થનારી ભીડને ધ્યાનમાં લઈને સીસીટીવી કેમેરાથી વોચ રાખવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. લલિતા પંચમી, અષ્ટમી અને રજાના દિવસે મંદિરમાં આવનારા ભાવિકોની સંખ્યા ત્રણ લાખથી ઉપર જતી રહે છે. દરમિયાન વૃદ્ધ, દિવ્યાંગ અને ગર્ભવતી મહિલાઓ માટે અલગથી લાઈનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નવરાત્રિ નિમિત્તે મહાલક્ષ્મી મંદિર સવારે પાંચથી રાતના દસ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મંદિરના પરિસરમાં અને હાજીઅલી સુધીના વિસ્તારમાં આશરે ૬૨ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હોઈ ૫૦ જેટલા સુરક્ષારક્ષકો તહેનાત કરવામાં આવ્યા છે. દરમિયાન મંદિરમાં એક એમ્બ્યુલન્સ અને સવાર-સાંજ ૧૨ ડોક્ટરની ટીમ તહેનાત કરવામાં આવશે, એવી માહિતી મહાલક્ષ્મી મંદિરના મુખ્ય વ્યવસ્થાપક નીતિન કાંબળીએ આપી હતી.

દરમિયાન, ટ્રાફિક પોલીસ વ્યવસ્થા માટે તાડદેવ ટ્રાફિક પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ૩૦ પોલીસની ટૂકડી કાર્યરત્ રહેશે. બેસ્ટ દ્વારા પણ ભાવિકો માટે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરક્ષાની દ્રષ્ટિએ નવરાત્રિમાં ભાવિકો પોતાની સાથે ભારે અને મોટી બેગ ના લઈ આવે એવી ખાસ અપીલ પણ મંદિર દ્વારા ગાવદેવી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?