થીકશાનાની હૅટ-ટ્રિક છતાં ન્યૂ ઝીલૅન્ડ સામે શ્રીલંકા હાર્યું…
હૅમિલ્ટનઃ ન્યૂ ઝીલૅન્ડે અહીં બુધવારે શ્રીલંકાને બીજી વન-ડેમાં પણ હરાવીને સિરીઝની ટ્રોફી પર 2-0થી કબજો કરી લીધો હતો.
ન્યૂ ઝીલૅન્ડે રાચિન રવીન્દ્રના 79 રન તથા માર્ક ચૅપમૅનના 62 રનની મદદથી નિર્ધારિત 37 ઓવરમાં નવ વિકેટે 255 રન બનાવ્યા હતા. શ્રીલંકાના બોલર માહીશ થીકશાનાએ હૅટ-ટ્રિક સહિત 44 રનમાં કુલ ચાર વિકેટ લીધી હતી અને વનિન્દુ હસરંગાએ બે વિકેટ લીધી હતી.
શ્રીલંકાની ટીમ એકમાત્ર કામિન્ડુ મેન્ડિસ (64 રન)ની હાફ સેન્ચુરીની મદદથી 30.2 ઓવરમાં 142 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું.
આ પણ વાંચો : વિવાદાસ્પદ ટીનેજર કૉન્સ્ટૅસે બુમરાહ સામેની ભૂલ સ્વીકારી, કોહલીના ભરપેટ વખાણ કર્યા
કિવી બોલર વિલ ઑરુર્કેએ ત્રણ તેમ જ જેકબ ડફીએ બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ નૅથન સ્મિથ, મૅટ હેન્રી, મિચલ સૅન્ટનરને મળી હતી.
રાચિન રવીન્દ્રને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
પ્રથમ વન-ડેમાં કિવીઓનો નવ વિકેટે વિજય થયો હતો જેમાં ચાર વિકેટ લેનાર મૅટ હેન્રી મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
આ સિરીઝ પહેલાંની શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ ન્યૂ ઝીલૅન્ડે 2-1થી જીતી લીધી હતી.