સુરતમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો: ભેસ્તાનમાં વધુ 4 તબીબ ઝડપાયા…

Surat News: સુરતના પોલીસે ભેસ્તાન વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ચાર ઝોલાછાપ નકલી તબીબોની પોલીસે ધરપકડ હતી. આ લોકો છેલ્લા લાંબા સમયથી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદો સામે આવતા પોલીસે સમગ્ર વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 22 જેટલા તબીબોને ચેક કર્યા બાદ ચાર જેટલા બોગસ તબીબો ઝડપાયા હતા. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં છેલ્લા લાંબા સમયથી શ્રમિક વિસ્તારોમાં વગર ડિગ્રીએ અથવા બનાવટી ડિગ્રી મેળવીને દવાખાનાઓ ખોલી લોકોના જીંદગી સાથે ચેડા કરતા નકલી ડોકટરોને શોધી શોધી કાઢવાનું એક ખાસ અભિયાન પોલીસે શરૂ કર્યું છે. એ અંતર્ગત ભેસ્તાન પોલીસ દ્વારા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી દરેક જગ્યાએ ડમી પેશન્ટો મોકલી ખાત્રી તપાસ કરાવતા આવી હતી.
આ પણ વાંચો : HMPV: ગુજરાતની સ્કૂલોમાં શરદી-ખાંસીવાળા બાળકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું
જોકે આ સાથે પોલીસ માણસો અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખી ટીમના માણસો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા ભેસ્તાન વિસ્તારમાંથી 22 તબીબોને ચેક કરતા તેમાંથી કુલ-04 બોગસ તબીબો દ્વારા ક્લિનિકો ખોલી આવી પ્રવૃત્તિ કરવામાં આવતી હતી.
પોલીસે બોગસ તબીબો મોહમ્મદ જાવેદ મોહમ્મદ ઇન્દુ શેખ, બિબેકાનંદ બીજયક્રિષ્ણા બિસ્વાલ, મોહમ્મદ લતીફ મોહમ્મદ રજા અંસારી, મલય મોહનિશ બિસ્વાસને પકડી પાડ્યા હતા. તે ઉપરાંત તેમના ક્લિનિકમાંથી અલગ-અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ, મોબાઇલ નંગ-04 મળી કુલ રૂ. 26802ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પકડાયેલા તમામ બોગસ તબીબોની પૂછપરછ કરતા તેઓ ઉત્તર પ્રદેશ ખાતેછી ડિગ્રી મેળવ્યા બાદ છેલ્લા 15 વર્ષથી સુરતમાં આ પ્રકારે પ્રેક્ટિસ કરતા હતા. એક તબીબ તો છેલ્લા 44 વર્ષથી પ્રેક્ટિસ કરતા હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.