રાજકોટ જિલ્લા આર.ટી.ઓ.તંત્રનો સપાટો: વર્ષ 2024 માં રૂ.54.50 કરોડનો દંડ વસુલ્યો
Rajkot News: રાજકોટ જિલ્લા આર.ટી.ઓ.તંત્રની ટીમોએ વર્ષ 2024 દરમ્યાન હાઈ-વે તથા શહેરી વિસ્તારમાં સતત ચેકીંગ હાથ ધર્યું હતું. ગત ડિસેમ્બર-2023 થી ડિસેમ્બર 2024 દરમ્યાન રાજકોટ જિલ્લા આરટીઓ તંત્રીએ ટ્રાફિક અને આર.ટી.ઓનાં જુદા-જુદા નિયમોનાં ભંગનાં કુલ 13012 કેસો કર્યા હતા. અને દંડ પેટે રૂ।4.50 કરોડથી વધુની વસુલાત કરી હતી.આર.ટી.ઓ વિભાગનાં સૂત્રો માંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગત વર્ષે દરમ્યાન ઓવરલોડનાં સૌથી વધુ કેસો નોંધાયા હતાં.જેમાં ઓવરલોડનાં 1868 કેસોમાં રૂ।4.37 કરોડથી વધુનો દંડ વસુલાયો હતો.આ ઉપરાંત ઓવર ડાયમેન્શનનાં 570 કેસોમાં રૂ।5.29 લાખનાં દંડની વસુલાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ધારીમાં પાણી વાળતા ખેડૂત પર સિંહે હુમલો કર્યો, સીમમાં કામ કરતાં શ્રમિકોમાં ફફડાટ…
જયારે કલેન્ડેન સ્ટાઈન ઓપરેશનનાં 464 કેસોમાં રૂ।5.80 લાખનાં દંડની વસુલાત કરવામાં આવી હતી.અને બાકી ટેક્ષનાં 170 કેસોમાં રૂ।8.03 લાખની રિકવરી કરવામાં આવી હતી.તથા રૂટ એન્ડ સુપ્ડનાં કેસમાં 564 કેસોમાં રૂ।.64 લાખનાં દંડની વસુલાત કરવામાં આવી હતી.અને રેડિયમ-રિફલેકટરનાં 649 કેસોમાં રૂ।.49 લાખનાં દંડની વસુલાત કરવામાં આવી હતી.જયારે એલ.ઈ.ડી.લાઈટનાં 773 કેસોમાં રૂ।.73 લાખનાં દંડની વસુલાત કરાઈ હતી. તેમજ થર્ડ પાર્ટી વિમાનાં 780 કેસોમાં રૂ।.56 કરોડની વસુલાત કરવામાં આવી હતી.મહત્વની બાબતએ છે કે ઓવરસ્પિડ ડ્રાઈવિંગનાં 3328 કેસોમાં રૂ।5.83 લાખ અને ભયજનક ડ્રાઈવિંગનાં 69 કેસોમાં રૂ।.45 લાખનાં દંડની વસુલાત કરવામાં આવી હતી.જયારે પી.યુ.સીનાં 1629 કેસોમાં રૂ।.14 લાખનાં દંડની ફિટનેસ વિના વાહન ચલાવવાનાં 685 કેસોમાં રૂ।6.85 લાખનાં દંડની હેલ્મેટનાં 60 કેસોમાં રૂ।0 હજારની સિટ બેલ્ટનાં 174 કેસોમાં રૂ।7 હજાર તથા ડ્રાઈવિંગ લાયસન્સ ન હોવાનાં 1159 કેસોમાં રૂ।3.18 લાખનાં દંડની વસુલાત કરવામાં આવી હતી.