Mahakumbh માં જવાના છો? આ ત્રણ નંબર રાખજો હાથવગા નહીંતર…
મહાકુંભ-2025નું આયોજન 14 મી જાન્યુઆરીથી 26 મી ફેબ્રુઆરીની વચ્ચે કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં યોજાનારા આ ભવ્ય આયોજનમાં કરોડો શ્રદ્ધાળુઓ ભાગ લેશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આટલા મોટા આયોજનને ધ્યાનમાં લેતાં તાડામારી તૈયારીઓ કરાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં જો તમે પણ મહાકુંભમાં ભાગ લેવાની યોજના બનાવી રહ્યા છો તો આ માહિતી તમારા માટે જ છે. ચાલો જાણીએ શું છે આ મહત્ત્વની માહિતી-
આ પણ વાંચો : Mahakumbh 2025: મહાકુંભમાં શાહી સ્નાન દરમિયાન શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવી આ વિશેષ સુવિધા…
મહાકુંભ જેવા વિશાળ અને ભવ્ય આયોજનમાં સુરક્ષાના પુખ્તા ઈંતેજામ કરવામાં આવ્યા છે. આપાતકાલીન વિભાગ દ્વારા પણ એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. આ એડવાઈઝરીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે મુસીબતના સમયે નાગરિકો માટે ટોલ ફ્રી હેલ્પલાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નંબર તમારે હાથવગા રાખવા ખૂબ જ જરૂરી છે.
આ નંબર છે ખૂબ જ કામના
કોઈપણ મુસીબત કે આપાતકાલીન પરિસ્થિતિમાં શ્રદ્ધાળુ મેળા નિયંત્રણ એવં અગ્નિશામક દળને 100, 112 અને 1920 પર તરત જ કોલ કરી શકે છે.
ઠંડીથી બચવા આટલું કરો
આ સિવાય સંગમ પાસે વાતાવરણ ખૂબ જ ઠંડુ હોય છે એટલે ઠંડીથી બચવા માટે સાથે ગરમ કપડાં રાખવાની ભલામણ પણ કરવામાં આવી છે.
કિંમતી સામાન સાથે લઈ જવાનું ટાળો
મહાકુંભમાં થનારી ભીડને ધ્યાનમાં લેતા શ્રદ્ધાળુઓએ આ સમયે પોતાની કિંમતી સામાન લઈ જવાનું ટાળવું જોઈએ, કારણ કે ભીડનો લાભ લઈને ગઠિયાઓ હાથની સફાઈ કરી શકે છે.
આ પણ વાંચો : Mahakumbh 2025: મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા ગુજરાતમાંથી દોડશે 3 વન વે સ્પેશિયલ ટ્રેન…
પૈસા રાખો.
મહાકુંભમાં સામેલ થતી વખતે તમારે તમારી પાસે થોડા પૈસા હાથવગા રાખવા જોઈએ, જેથી કોઈ પણ મુશ્કેલીના સમયમાં તમને આ કેશ કામ આવશે.
સ્નાન કરતી વખતે રાખો આ સાવધાની
નદીમાં સ્નાન કરતી વખતે એટલા સુધી જ અંદર ઉતરો જ્યાં સુધી જવાની પરવાનગી આપવામાં આવી છે. વધારે ભીડ હોવાને કારણે અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે એટલે પૂરતી સાવધાની રાખો.
બાળકોનું આ રીતે રાખો ધ્યાન
કુંભમેળામાં ભીડમાં બાળકો અને વૃદ્ધો ભૂલી પડી જવાની પણ પૂરેપૂરી શક્યતા હોય છે. આવી સ્થિતિમાં બાળકો અને સિનીયર સિટીઝનના ગળામાં કે ખિસ્સામાં આઈડી કાર્ડ, ફોન નંબર વગેરે મૂકી રાખો. જેથી જો તેઓ ભૂલા પડી જાય તો આ માહિતીની મદદથી તેઓ તમારા સુધી પહોંચી શકે.
આ પણ વાંચો : Mahakumbh: પ્રયાગરાજમાં 4,500 ટનનો પુલ કેમ ચર્ચામાં આવ્યો, શું છે વિશેષતા?
દવાઓ-ફર્સ્ટડ એઈડ બોક્સ પણ રાખો
લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ પણ તમારી ટ્રાવેલ લગેજમાં મેડિકલ કિટ પણ ચોક્કસ રાખો. આ મેડિકલ કિટમાં કોમન મેડિસીન્સ, બેન્ડેડ વગેરે રાખી મૂકો, જેથી તમે કોઈ પણ મુશ્કેલીમાં સરળતાથી ઉપયોગમાં લઈ શકો.