મહારાષ્ટ્ર

સપ્તાહના ત્રણ દિવસ મુંબઈના મંત્રાલયમાં હાજરી જરૂરી: પ્રધાનોને ફડણવીસનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યાને એક મહિનો થઈ ગયો છે. લાંબા ઘટનાક્રમ બાદ રાજ્યના પ્રધાનોએ હવે પોતાના પદભાર સંભાળી લીધા છે. આ બધા વચ્ચે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની કેબિનેટના તમામ પ્રધાનોને મહત્ત્વનો આદેશ આપ્યો છે. આ અંગેની મહત્ત્વની માહિતી સૂત્રો પાસેથી મળી છે.

રાજ્ય કેબિનેટની બેઠક નિમિત્તે તમામ પ્રધાનો મંગળવારે મુંબઈમાં મંત્રાલયમાં હાજર હતા. દરેક પ્રધાન પોતાના વિભાગના પ્રધાન હોવા છતાં પોતાના મત વિસ્તારના લોકપ્રતિનિધિ પણ છે. તેથી તેમના માટે તેમના મતવિસ્તાર માટે પણ કામ કરવું ફરજિયાત છે.

આપણ વાંચો: પ્રધાનપદ, મંત્રાલય હોલ અને સરકારી બંગલો પણ મળ્યો, પરંતુ હજુ સુધી ફડણવીસની કેબિનેટના અડધોઅડધ પ્રધાને નથી સ્વીકાર્યો પદભાર

તેથી પ્રધાનોએ પોતાના મતવિસ્તારના વિકાસની સાથે રાજ્યના વિકાસનાં કામો પર પણ ધ્યાન આપવું પડશે. એક પ્રધાન સમગ્ર રાજ્યનો હોય છે. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રધાનોએ વધુ કામ કરવું જોઈએ. રસપ્રદ વાત એ છે કે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે તેમના પ્રધાનોને ખૂબ જ મૂલ્યવાન સૂચનાઓ આપી હતી.

ફડણવીસે પ્રધાનોને દર અઠવાડિયે ઓછામાં ઓછા ત્રણ દિવસ મુંબઈમાં રહેવાની સૂચના આપી છે. લોકોના કામ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ મંત્રાલયમાં મળો. તેમણે તમામ વિભાગોના પ્રધાનોને બાકીના દિવસોમાં મતવિસ્તારના કામોનું આયોજન કરવા સૂચના આપી છે. રાજ્ય સરકારને સારી રીતે ચલાવવા માટે આ આદેશો આપ્યા છે.

મુખ્ય પ્રધાનની આ સૂચના પાછળ એક મહત્ત્વનું કારણ પણ છે. દરરોજ સેંકડો નાગરિકો વિવિધ કાર્યો માટે મંત્રાલયની મુલાકાત લે છે. સેંકડો નાગરિકો મંત્રાલયમાં પાસ મેળવવા માટે કલાકો સુધી કતારમાં ઉભા રહે છે.

આપણ વાંચો: સમૃદ્ધિ હાઈ-વેનાં ૧૬ સ્થળે સરકાર સ્માર્ટ સિટી બનાવશે?

તે પછી, નાગરિકો તેમને કામ હોય તે વિભાગમાં જાય છે. ત્યાં જઈને ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત કરે ત્યારપછી નાગરિકોને જે તે વિભાગના પ્રધાનની સહી કે મદદની જરૂર લાગે છે.

આવી સ્થિતિમાં પ્રધાન ત્યાં હાજર રહે તે વધુ જરૂરી છે. જેથી જે તે વિભાગના પ્રધાન હાજર રહે તો નાગરિકોને પણ સુવિધા રહે. તેમજ અધિકારીઓ-કર્મચારીઓ કામમાં વિલંબ કરતા હોય કે સામાન્ય નાગરિકોને પ્રતિસાદ ન આપતા હોય તો પ્રધાનની હાજરીથી વહીવટીતંત્ર પર દબાણ આવશે. તેથી ફડણવીસે પ્રધાનોને આપેલા આદેશો મહત્ત્વના માનવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button