મનોરંજન

બી-ટાઉનની આ હસીનાનું રેમ્પ વોક જઈને ચાહકોના ધબકારા વધી ગયા…

નવી નવેલી દુલ્હન પરિણીતી ચોપ્રા હાલમાં જ તેના એરપોર્ટ લૂકને કારણે ચર્ચામાં આવી હતી અને હવે તે ફરી એક વખત લાઈમલાઈટમાં આવી ગઈ છે તેના રેમ્પ વોકને કારણે. આ રેમ્પ વોક વખતે પરિણીતીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો અને લોકો તેના પરથી નજર જ હટાવી શક્યા નહોતા.

વાત જાણે એમ છે કે હાલમાં જ યોજાયેલા એક ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું અને તેનો આ લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. રેમ્પ પર પરિણીતી ઝૂમતી જોવા મળી હતી. લગ્ન બાદ આ પહેલી વખત હતું કે જ્યારે પરિણીતીએ આ રીતે કોઈ ફેશન શોમાં ભાગ લીધો હોય અને તેણે લોકોના દિલ ચોરી લીધા હતા.

રેમ્પ પર પરિણીતી સરસ મજાની ગોલ્ડન સાડી, ગળામાં હાર, સેથીમાં સિંદૂર, હાથમાં ગુલાબી ચૂડા સાથે જોવા મળી હતી. આ જ દરમિયાન પરિણીતીના હાથમાં તેની એન્ગેજમેન્ટ રિંગ પણ જોવા મળી હતી, જેને તેણે ખૂબ જ સુંદરતાથી ફ્લોન્ટ કરી હતી. રેમ્પ પર બબલી ગર્લનો આ લૂક ખૂબ જ પસંદ આવ્યો હતો.

પરિણીતીએ હાલમાં જ આપના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા અને તેમના લગ્નની ચર્ચા ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત રાજકીય વર્તુળોમાં પણ થઈ હતી, કારણ કે આ લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવવામાં આવ્યા હતા.

હવે ફેન્સને એવો સવાલ થઈ રહ્યો છે કે શું લગ્ન બાદ પરિણીતી ફિલ્મી કરિયરને અલવિદા કહી દેશે તો હાલમાં તો એવું કંઈ જ નથી લાગી રહ્યું. ફેશન વીકમાં પરિણીતીનો આ અંદાજ જોઈને તો એ વાત સ્પષ્ટ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પરીનો સંબંધ તૂટવાનો નથી અને તે ભવિષ્યમાં પણ ફિલ્મોમાં એક્ટિંગ કરતી જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button